ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલને મળી ધમકી, ઉદયપુરનો વિડીયો મેઇલ કરવામાં આવ્યો
નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન જિંદાલે પોલીસને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદ કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે મેં આ અંગે પીસીઆરને જાણ કરી છે અને ડીસીપી પૂર્વ દિલ્હી, સાયબર સેલ અને દિલ્હી પોલીસ કમિશનરને આ અંગે તાત્કાલિક નોંધ લેવા જણાવ્યું છે.નવીન જિંદાલને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે. તેણà
Advertisement
નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન જિંદાલે પોલીસને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદ કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે મેં આ અંગે પીસીઆરને જાણ કરી છે અને ડીસીપી પૂર્વ દિલ્હી, સાયબર સેલ અને દિલ્હી પોલીસ કમિશનરને આ અંગે તાત્કાલિક નોંધ લેવા જણાવ્યું છે.
Advertisement
નવીન જિંદાલને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે. તેણે સવારે ટ્વીટ કરીને કહ્યું કે આજે સવારે લગભગ 6:43 વાગ્યે મને 3 ઈમેલ મળ્યા છે. જેમાં ઉદયપુરમાં ભાઈ કન્હૈયા લાલનું ગળું કાપી નાખવાનો વીડિયો એટેચ કરવામાં આવ્યો છે. મારી ગરદન અને મારા પરિવારને પણ કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. મેં પીસીઆરને જાણ કરી છે.
Advertisement
રાજસ્થાનમાં વાતાવરણ તંગ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. ટેલરની હત્યા બાદ હત્યારાઓએ વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે ઈસ્લામનો બદલો લેવા માટે આ પગલું ભર્યું છે. બીજી તરફ હત્યાકાંડ બાદ ઉદયપુરમાં પણ હિંસાના કેટલાક મામલા સામે આવ્યા હતા. આ ઘટના પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટેલર કન્હૈયાલાલે 15 જૂને પોલીસને પત્ર લખીને તેની હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.