પહલગામમાં આતંકી હુમલા મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel નું નિવેદન
કાશ્મીરનાં પહલગામમાં થયેલ આતંકી હુમલાથી દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
Advertisement
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી. પ્રવાસીઓનું નામ અને ધર્મ પૂછી હત્યા કરી છે. પાકિસ્તાનનાં આતંકીઓએ હિન્દુઓને માર્યા છે. પાકિસ્તાન ભારતમાં શાંતિ સ્થાપવા દેવા નથી માંગતું. કાશ્મીર સળગતું રહે તે પાકિસ્તાનની મેલી મુરાદ છે. કાશ્મીરમાં પ્રવાસ બંધ થાય તે વૃતિથી હુમલો કર્યો છે. આતંકી હુમલામાં ગુજરાતનાં પણ ત્રણ નાગરિકના મોત થયા છે. દેશ ઈચ્છે છે કે આતંકીઓને કડક જવાબ મળે.
Advertisement


