રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ઔરંગઝેબ વિવાદ પર મોટું નિવેદન
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોના અત્યાચારના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મુસલમાનોએ ભૂતકાળમાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી અને સાથે તેમણે પાકિસ્તાનમાં થયેલા અત્યાચારો વિશે પણ કહ્યું કે, ત્યા થયેલા અત્યાચારો વિશે ક્યારેય ભૂલવું ન જોઈએ, કારણ કે મુસલમાનોનું ભૂત ગમે ત્યારે જાગી શકે છે. નીતિન પટેલે ઔરંગઝેબના વિવાદને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ આ ભૂતનો ઉપાય કરશે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ તેમણે સરાહના કરી, જે ધીમે-ધીમે ઐતિહાસિક ન્યાય પુનઃસ્થાપિત કરી રહ્યા છે. આ નિવેદનથી તેમણે ઐતિહાસિક ઘટનાઓને યાદ કરીને વર્તમાન સંદર્ભમાં સજાગ રહેવાનો સંદેશ આપ્યો છે.