કેરળના પૂર્વ આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ મેગ્સેસે એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો,જાણો શું છે કારણ
કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યું કે તેમને મેગ્સેસે એવોર્ડની ઓફર કરવામાં આવી હતી પરંતુ પાર્ટીએ આ એવોર્ડ લેવા વિરુદ્ધ નિર્ણય લીધો છે. પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણયથી ખુશ નથી. મેગ્સેસે એવોર્ડ કમિટી તરફથી પત્ર મળ્યો કેરળના પૂર્વ આરોગ્ય મંત્રી અને સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા કેકે શૈલજાએ પ્રતિષ્ઠિત મેગ્સેસે એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતે જણાવ્યું ક
Advertisement
કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યું કે તેમને મેગ્સેસે એવોર્ડની ઓફર કરવામાં આવી હતી પરંતુ પાર્ટીએ આ એવોર્ડ લેવા વિરુદ્ધ નિર્ણય લીધો છે. પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણયથી ખુશ નથી.
મેગ્સેસે એવોર્ડ કમિટી તરફથી પત્ર મળ્યો
કેરળના પૂર્વ આરોગ્ય મંત્રી અને સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા કેકે શૈલજાએ પ્રતિષ્ઠિત મેગ્સેસે એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતે જણાવ્યું કે મેગ્સેસે એવોર્ડ કમિટી તરફથી તેમને એક પત્ર આવ્યો છે. પરંતુ પાર્ટીના સભ્ય તરીકે તેમણેએ સેન્ટ્રલ કમિટી સાથે ચર્ચા કરી અને એવોર્ડ ન સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો. પાર્ટીએ તેમને મેગ્સેસે જેવો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવાથી શા માટે રોક્યા તે તેમણે સમજાવ્યું ન હતું.
કેકે શૈલજાના નેતૃત્વમાં કેરળએ અસરકારક રીતે આ વાયરસ સામે લડત આપી
આપને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રી રહીને કેકે શૈલજાએ નિપાહ વાયરસ અને કોરોના વાયરસ સામે લડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. નિપાહ હોય કે કોરોના, આ બંન્ને ઘાતક વાયરસનો પહેલો હુમલો કેરળમાં જ થયો હતો. તેમ છતાં, કેકે શૈલજાના નેતૃત્વમાં કેરળએ અસરકારક રીતે આ વાયરસ સામે લડત આપી. જાણકારી અનુસાર એવોર્ડ કમિટીએ ઈમેલ દ્વારા જાણકારી આપી હતી કે એવોર્ડ માટે તેનું નામ પસંદ કરવામાં આવ્યું છે. સમિતિએ આ માટે તેમની મંજૂરી માંગી હતી.
સીપીએમમાં પણ આ નિર્ણય પર નારાજગી છે
સૂત્રોનું કહેવું છે કે પાર્ટીનું માનવું છે કે કેકે શેલજા સરકાર દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી રહ્યા હતા. તેથી તેણે વ્યક્તિગત રીતે તેનો શ્રેય ન લેવો જોઈએ. પાર્ટીનું માનવું છે કે આ એક સામૂહિક પ્રયાસ હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીપીએમના આ નિર્ણયથી કેટલાક નેતાઓ નારાજ પણ છે. સંજીવ થોમસે કહ્યું કે વિજયન પોતાના સિવાય બીજા કોઈને હાઈલાઈટ થતા જોવા નથી ઈચ્છતા. પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય માટે તેણે પસ્તાવો કરવો પડશે.
કોને રેમન મેગ્સેસે એવોર્ડ મળે છે
આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે એશિયાના લોકોની નિઃસ્વાર્થ સેવા કરી છે. પ્રાઈઝ ફાઉન્ડેશનના પ્રમુખ ઓરેલિયો મોન્ટિનોલા III એ જણાવ્યું હતું કે, "વિજેતાઓએ ઘણા પડકારોનો સામનો કર્યો છે અને પ્રેરણાદાયી કાર્યો કર્યા છે. તેને એશિયાનું નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. આ પુરસ્કાર ફિલિપાઈન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેને શ્રદ્ધાંજલિ છે. 1957માં તેમના સન્માનમાં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.


