Banaskantha Ambaji મંદિરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું
Ambaji: શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Advertisement
- બનાસકાંઠા (Banaskantha) અંબાજી મંદિર (Ambaji Temple) માં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું
- અંબાજી મંદિર (Ambaji Temple) ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના બની
- ચેમ્બરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું પકડી દબાવ્યું હતું
- મંદિરના સ્ટાફે વહીવટદારને બચાવી હોસ્પિટલ ખસેડ્યા
Ambaji: શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી હતી. ગળું દબાવી રાખતા વહીવટદારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે મંદિરનો સ્ટાફ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને વહીવટદારને તેમના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
Advertisement


