ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા, ઘરનો મોભી શંકાસ્પદ રીતે ફરાર

અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગરમાંથી એક સાથે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ચાારેય લોકો એક જ પરિવારના હોવાનું બહર આવ્યું છે. ઘરના મોભી દ્વારા જ ચાર દિવસ પહેલા તેમની હત્યા કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ચારેય લોકોની હત્યા કર્યા બાદ ઘરનો મોભી ફરાર થઇ ગયો છે.અલગ અલગ રુમમાંથી મà«
05:12 PM Mar 29, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગરમાંથી એક સાથે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ચાારેય લોકો એક જ પરિવારના હોવાનું બહર આવ્યું છે. ઘરના મોભી દ્વારા જ ચાર દિવસ પહેલા તેમની હત્યા કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ચારેય લોકોની હત્યા કર્યા બાદ ઘરનો મોભી ફરાર થઇ ગયો છે.અલગ અલગ રુમમાંથી મà«
અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગરમાંથી એક સાથે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ચાારેય લોકો એક જ પરિવારના હોવાનું બહર આવ્યું છે. ઘરના મોભી દ્વારા જ ચાર દિવસ પહેલા તેમની હત્યા કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ચારેય લોકોની હત્યા કર્યા બાદ ઘરનો મોભી ફરાર થઇ ગયો છે.
અલગ અલગ રુમમાંથી મૃતદેહ મળ્યા
ઓઢવના વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્ય પ્રભા નામની સોસાયટીના એક મકાનની અંદરથી ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. જે ચાર લોકોના મૃતદેહ મળ્યા છે, તેમાં વૃદ્ધા, મહિલા અને બે યુવાન પુત્ર અને પુત્રી સામેલ છે. આ ચારેય લોકોના મૃતદેહ ઘરના અલગ અલગ રુમની અંદરથી મળ્યા છે. ઉપરાંત તમામ મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન પણ છે. ચાર દિવસ પહેલા હત્યા થઇ હોવાના કારણે મૃતદેહમાંથી સખત દુર્ગંધ આવતી હતી. 
પંદર દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા
એક જ પરિવારના ચાર લોકોની હત્યા થયાનું ખુલતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો છે અને તપાસ શરુ કરી છે. ચારેય મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઉપરાંત ચાર લોકોની સામુહિક હત્યાના કારણે આ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી વાત એ જાણવા મળી છે કે આ પરિવાર હજુ પંદર દિવસ પહેલા જ નિકોલથી આ સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો.
શંકાસ્પદ મોભી ફરાર
હાલ જે માહિતિ સામે આવી રહી છે તે પ્રમાણે આ પરિવારના મોભીનું નામ વિનોદ મરાઠી છે. તેણે જ ઘર કંકાસમાં પરિવારના જ ચાર લોકોની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. આ વિનોદ મરાઠી પણ હત્યા કર્યા બાદ ચાર દિવસથી ફરાર થયો છે.  પોલીસે વિનોદ મરાઠીને પકડવા માટે તપાસ શરુ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ પણ ઘર કંકાસના કારણે વિનોદે તેના સાસુ પર હુમલો કર્યાનું પણ સામે આવ્યું છે.

મૃતકોના નામ
સોનલ મરાઠી (પત્ની)
પ્રગતિ મરાઠી (દીકરી)
ગણેશ મરાઠી (દીકરો)
સુભદ્રા મરાઠી
Tags :
AhmedabadGujaratFirstMurderOdhavViratnagar
Next Article