Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડિમેટ એકાઉન્ટ ખોલાવાની લાલચ આપી ઠગતા ભેજાબાજ

ઓનલાઇન ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે. અમદાવાદ  શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  ડીમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર ટોળકીના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મોબાઈલ સીમકાર્ડ, બેન્કની ચેક-બુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે9 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી 20 લાખના નફાની લાલચ આપી અમદાવાદ સાયબર
ડિમેટ એકાઉન્ટ ખોલાવાની લાલચ આપી ઠગતા ભેજાબાજ
Advertisement
ઓનલાઇન ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે. અમદાવાદ  શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  ડીમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર ટોળકીના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મોબાઈલ સીમકાર્ડ, બેન્કની ચેક-બુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
9 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી 20 લાખના નફાની લાલચ આપી 
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે  ભેજાબાજ સૂરજ વિશ્વકર્મા અને વિક્રમ નાગાની  મધ્યપ્રદેશના હોશંગાબાદમાંથી ધરપકડ કરી હતી .બંનેની મોડસ ઓપરેન્ડી એ હતી કે  ઑનલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેર બજારમાં  આઈ કેપિટલ બ્રોકિંગ નામની કંપની સાથે કામ કરી ઉંચો નફો અપાવાવની લાલચ આપીને બંને જણા છેતરપિંડી આચરતા હતા.અમદાવાદ ના એક ફરીયાદી ને 9 લાખ રૂપિયા નું ઈન્વેસ્ટ કરાવી 20 લાખ રૂપિયાનો  નફો બતાવીને છેતરપિંડી આચરી હતી.પોલીસે ફરિયાદ ના આધારે તપાસ કરી મધ્યપ્રદેશથી આરોપીઓ ને ઝડપી લીધા હતા. 
મુખ્ય સુત્રધાર પ્રિયંકાની શોધખોળ 
આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે પ્રિયંકા નામની મહિલાનું નામ સામે આવ્યું છે જે ઘણા સમયથી મધ્યપ્રદેશના હોશંગાબાદ આવા કોલસેન્ટર ચલાવતી હોવાની માહિતી સામે આવી છે.હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન , બે અલગ અલગ બેંક ચેકબુક , અને સીમ કાર્ડ સહિત નો મુદ્દામાલ જપ્ત કરી ડેટા મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી અન્ય ફરાર આરોપી અને મુખ્ય સૂત્રધાર પ્રિયંકાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય સૂત્રધાર પ્રિયંકાની ધરપકડ બાદ છેતરપિંડી માં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. 
Tags :
Advertisement

.

×