Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ, ભોલેનાથને અર્પણ કરો આ અનાજ

અષાઢ પૂર્ણિમા બાદ  શ્રાવણ માસ (Savan Month)નો પ્રારંભ થશે.  તેમાં પણ હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વખતે આ પવિત્ર મહિનો 29 જુલાઈને શુક્રવારથી શરૂ થાય છે. શ્રાવણને શિવજી (Lord Shiva)નો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.શ્રાવણ મહિનામાં દરેક સોમવારના વ્રત અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં ઘણા  લોકો 
શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ  ભોલેનાથને અર્પણ કરો આ અનાજ
Advertisement
અષાઢ પૂર્ણિમા બાદ  શ્રાવણ માસ (Savan Month)નો પ્રારંભ થશે.  તેમાં પણ હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વખતે આ પવિત્ર મહિનો 29 જુલાઈને શુક્રવારથી શરૂ થાય છે. શ્રાવણને શિવજી (Lord Shiva)નો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
શ્રાવણ મહિનામાં દરેક સોમવારના વ્રત અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં ઘણા  લોકો  સોમવારનું વ્રત રાખે છે અને શિવલિંગની પૂજા કરે છે. ભોલે શંકર તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જોકે શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા  કરતી  વખતે  આ બાબતોનું ખાસ  ધ્યાન  રાખવું જોઈએ . 

ચોખા તૂટેલા ન હોવા જોઈએ 
શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ચોખા  અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવને મુઠ્ઠીભર ચોખા અર્પણ કરવાથી જાતકો લક્ષ્મી મળે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પણ જલ્દી પાછા મળી જશે. મહાદેવને અર્પણ કરાતાં ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું.
કાળા તલ
એવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથને કાળા તલ ચઢાવે છે, તેમના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. આકસ્મિક પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે.
તુવેર દાળ
આખા શ્રાવણ મહિના દરમિયાન શિવને તુવેરની દાળ અર્પણ કરો.આનાથી ભક્તોના જીવનમાં ધન-ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.આ ઉપરાંત દુ:ખથી પણ મુક્તિ મળે છે.
Tags :
Advertisement

.

×