આવતીકાલથી રાજકોટ હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ જશે
આવતીકાલથી પહેલી તારીખ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે લગભગ ભારતમાં પ્રથમ વખત આવી યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રીહરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજવા જઇ રહી છે ત્યારે રાજકોટના યુવાનોમાં પણ ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને આ કથામાં 30,000 થી પણ વધુ લોકો બેસી શ
09:51 AM Dec 26, 2022 IST
|
Vipul Pandya
આવતીકાલથી પહેલી તારીખ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે લગભગ ભારતમાં પ્રથમ વખત આવી યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રીહરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજવા જઇ રહી છે ત્યારે રાજકોટના યુવાનોમાં પણ ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને આ કથામાં 30,000 થી પણ વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે જ 1000 જેટલા સ્વયંસેવકો પણ ખડેપગે પોતાની ફરજ બજાવશે સાથે 500 જેટલી મહિલાઓ પણ પોતાની સેવા બજાવશે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ કથામાં 20000 જેટલી ખુરશીઓ તેમજ 1000 જેટલી વીઆઈપી બેઠકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કથા સાંભળવા આવેલા ભક્તોને સ્થળ પર જ ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ મહિલાઓ માટે પણ બેઠક વ્યવસ્થા અલગ ગોઠવવામાં આવી છે. કોઈપણ શ્રોતાજનોને અગવડ ના પડે તેના માટે સતત સ્વયંસેવકો ખડેપગે રહેશે અને અલગ અલગ ત્રણ જેટલી જગ્યાએ ભક્તો માટે પ્રવેશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ અલગ-અલગ પાંચ જેટલી જગ્યાઓએ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.
સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસ સ્વામીના સાંનિધ્યમાં રાજકોટ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા યુવા કથા યોજાવા જઈ રહી છે. આ કથાનો પ્રારંભ સાંજે 7:30થી થશે, ત્યારબાદ 7:30થી 8:30 સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યના કલાકારો પોતાની કલા રજૂ કરશે. ત્યારબાદ 8:30 થી 11:30 સુધી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે
આપણ વાંચો- રાજકોટમાં દારુની મહેફીલ પર મહિલાઓની રેડનો મામલો , મહિલાઓએ પરિવારજનો માટે માંગ્યું પોલીસ પ્રોટેક્શન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article