Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રોટીનથી ભરપૂર છે આ 8 ચીજો, કરશે પ્રોટીનની ઉણપ દૂર

પ્રોટીન શરીરના મોટાભાગના કોષોમાં હાજર હોય છે. ત્વચા, લોહી, હાડકાં અને સ્નાયુ કોષોના વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવાનો એક આરોગ્યપ્રદ વિકલ્પ એ છે કે પ્રોટીનથી ભરપૂર શાકભાજીનું સેવન કરવું. ત્યારે આવો જણાવીએ એવા 8 ફૂડ, જે તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારી શકે છે...કઠોળરોજ સવારે નાસ્તામાં 1 વાટકી કઠોળનું સેવન કરવાની આદત પાડો. રોજ જુદા-જુદા કઠોળના સેવનને પ
પ્રોટીનથી ભરપૂર છે આ 8 ચીજો  કરશે પ્રોટીનની ઉણપ દૂર
Advertisement
પ્રોટીન શરીરના મોટાભાગના કોષોમાં હાજર હોય છે. ત્વચા, લોહી, હાડકાં અને સ્નાયુ કોષોના વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવાનો એક આરોગ્યપ્રદ વિકલ્પ એ છે કે પ્રોટીનથી ભરપૂર શાકભાજીનું સેવન કરવું. ત્યારે આવો જણાવીએ એવા 8 ફૂડ, જે તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારી શકે છે...

કઠોળ
રોજ સવારે નાસ્તામાં 1 વાટકી કઠોળનું સેવન કરવાની આદત પાડો. રોજ જુદા-જુદા કઠોળના સેવનને પણ સ્થાન આપો. આજે મગ ખાવ, તો કાલે ચણા, અને તેને આગલા દિવસે મિક્સ કઠોળ વગેરે. આ રીતે કઠોળનું સેવન કરવાથી દરેક કઠોળના ફાયદા તમારા શરીરને મળતા રહેશે.

સોયાબીન
સોયાબીનને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. લીલા સોયાબીન પ્રોટીનની ઉણપને સરળતાથી પૂરી કરે છે. આ સિવાય સોયાબીનનું દૂધ, ટોફુ, સોયા સોસ અને સોયાબીનની પેસ્ટ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
પાલક
પાલક પોષક તત્વો અને પ્રોટીનથી ભરપૂર હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક શ્રેષ્ઠ ભાજી ગણાય છે. જેમાં આયર્ન અને હિમોગ્લોબિનની ભરપૂર માત્રા હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રોકોલી
બ્રોકોલી એ બહુ લોકપ્રિય શાકભાજી નથી. પરંતુ બ્રોકોલી ખાવાથી સારી માત્રામાં પ્રોટીન મળે છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે બ્રોકોલીનું સેવન સલાડના રૂપમાં પણ કરી શકો છો.
કોબીજ
કોબીજ મોટાભાગે સલાડ તરીકે ખાવામાં આવે છે. તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. કોબીજને બંધ ગોબી તરીકે પણ ઓળખવામાં આવે છે. 100 ગ્રામ તાજી કોબીજમાં લગભગ 1 થી 2 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનની ઉણપને પૂરી કરવાની સાથે તે પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

મશરૂમ
પ્રોટીન મેળવવા માટે તમે મશરૂમનું સેવન પણ કરી શકો છો. મશરૂમમાં ઠંડકની અસર હોય છે. તેનાથી શરીરની ગરમી દૂર થાય છે. મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે.
બટાકા
બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં થાય છે. બટાટા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. બટાકાની કઢી અને બાફેલા બટાકા ખાવાથી શરીરને પ્રોટીન સરળતાથી મળી રહે છે.
લીલા વટાણા
બટાકાની જેમ, વટાણા પણ મોટાભાગની શાકભાજી અને કેસરોલમાં ઉમેરવામાં આવે છે. લીલા વટાણામાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ અલ્ઝાઈમર, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ છે.
Tags :
Advertisement

.

×