G7 Summit In Canada : ભારત-કેનેડાના સંબંધો અંગે ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ ગુજરાત ફર્સ્ટ પર કરી ખાસ વાતચીત
G7 Summit In Canada : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડાના કનાનાસ્કિસમાં 15-17 જૂન, 2025 દરમિયાન યોજાયેલી G7 સમિટમાં હાજરીએ ભારતની વધતી વૈશ્વિક પ્રભાવશાળી સ્થિતિને રેખાંકિત કરી, જેના પર ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારતની હાર્ડ પાવર અને આર્થિક વૃદ્ધિને કારણે વિશ્વ હવે ભારતને અવગણી શકે તેમ નથી, અને ભારતે દરેક G7 સમિટમાં હાજરી આપવી જોઈએ, બલ્કે તે G7નું સભ્ય બનવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતની આ વધતી તાકાત કેટલાક દેશોને પચતી નથી, ખાસ કરીને કેનેડા સાથેના સંબંધોમાં, જે ભૂતકાળમાં ખાલિસ્તાન મુદ્દે તણાવગ્રસ્ત રહ્યા છે. મહેરાએ સલાહ આપી કે ભારતે કેનેડા સાથેના સંબંધોમાં સાવચેતી રાખવી જોઈએ, કારણ કે "દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે." તેમણે ઉમેર્યું કે કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીને અત્યારથી જ જજ ન કરવા જોઈએ, કારણ કે તેમના આમંત્રણથી ભારત-કેનેડા સંબંધોને પુનઃસ્થાપિત કરવાની તક મળી શકે છે.