અમદાવાદની રથયાત્રામાં ગજરાજ બેકાબૂ, સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના
Ahmedabad Rath Yatra : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ખાડીયા વિસ્તારમાં એક અનપેક્ષિત ઘટના બની, જ્યાં યાત્રામાં સામેલ એક ગજરાજ અચાનક બેકાબૂ થઇ ગયો, જેનાથી ભક્તોમાં અફરાતફરી મચી ગઈ. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આસપાસના લોકોને સુરક્ષિત રીતે દૂર કર્યા.
11:11 AM Jun 27, 2025 IST
|
Hardik Shah
Ahmedabad Rath Yatra : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ખાડીયા વિસ્તારમાં એક અનપેક્ષિત ઘટના બની, જ્યાં યાત્રામાં સામેલ એક ગજરાજ અચાનક બેકાબૂ થઇ ગયો, જેનાથી ભક્તોમાં અફરાતફરી મચી ગઈ. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આસપાસના લોકોને સુરક્ષિત રીતે દૂર કર્યા, જ્યારે ત્યા હાજર અમુક લોકોએ ઝડપથી પહોંચીને હાથીને શાંત કરી અને નિયંત્રણમાં લીધો. હાજર લોકોની સમયસૂચકતા અને સુરક્ષા ટીમની તાત્કાલિક પ્રતિક્રિયાને કારણે મોટી જાનહાનિ ટળી, અને રથયાત્રાનો પવિત્ર ઉત્સવ પુનઃ શાંતિપૂર્ણ રીતે આગળ વધ્યો.
Next Article