ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gambhira Bridge Tragedy : વડોદરા જિલ્લાના અણઘડ વહીવટનો બોલતો પુરાવો

R&B વિભાગે બ્રિજના એક ભાગ પર દીવાલ ચણી દીધી. આ દીવાલ ચણવાની પ્રક્રિયા એવા સમયે હાથ ધરવામાં આવી જ્યારે રેસ્ક્યૂ વાહનો હજુ બ્રિજ પર હાજર હતા. આના કારણે રેસ્ક્યૂ વાહનો દીવાલની અંદર ફસાઈ ગયા, જેના લીધે બચાવ કામગીરીમાં વિલંબ થયો.
09:37 AM Jul 14, 2025 IST | Hardik Shah
R&B વિભાગે બ્રિજના એક ભાગ પર દીવાલ ચણી દીધી. આ દીવાલ ચણવાની પ્રક્રિયા એવા સમયે હાથ ધરવામાં આવી જ્યારે રેસ્ક્યૂ વાહનો હજુ બ્રિજ પર હાજર હતા. આના કારણે રેસ્ક્યૂ વાહનો દીવાલની અંદર ફસાઈ ગયા, જેના લીધે બચાવ કામગીરીમાં વિલંબ થયો.

Gambhira Bridge tragedy :વડોદરા જિલ્લાના પાદરા અને આણંદને જોડતા મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 9 જુલાઈ, 2025ના રોજ બનેલી આ દુ:ખદ ઘટનામાં બ્રિજનો એક ભાગ તૂટી પડવાથી 20 લોકોના મોત થયા, જ્યારે અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. આ ઘટના બાદ રેસ્ક્યૂ કામગીરી હજુ ચાલુ હોવા છતાં, વહીવટી તંત્રની બેદરકારીએ લોકોમાં આક્રોશ પેદા કર્યો છે. જણાવી દઇએ કે, R&B વિભાગે બ્રિજના એક ભાગ પર દીવાલ ચણી દીધી. આ દીવાલ ચણવાની પ્રક્રિયા એવા સમયે હાથ ધરવામાં આવી જ્યારે રેસ્ક્યૂ વાહનો હજુ બ્રિજ પર હાજર હતા. આના કારણે રેસ્ક્યૂ વાહનો દીવાલની અંદર ફસાઈ ગયા, જેના લીધે બચાવ કામગીરીમાં વિલંબ થયો. આ ઘટનાએ વહીવટની અણઘડ નીતિ અને અયોગ્ય આયોજનને ઉજાગર કર્યું. હવે, ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે આ દીવાલ તોડવાની ફરજ પડશે, જેના કારણે સમય અને સંસાધનોનો વધુ વ્યય થશે.

Tags :
administrative failureBridge failure GujaratBridge repair failureBridge safety ignoredGambhira Bridge CollapseGambhira Bridge tragedyGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHigh-level bridge project GujaratNeglected bridge maintenanceOld bridge collapsePoor infrastructure managementR&B department negligenceRescue operation delayStructural failureTrapped rescue vehiclesUnsafe bridge alertVadodara bridge accidentWall construction blunder
Next Article