સાવરકુંડલામાં લેસર શો અને જયઘોષ સાથે ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
Savarkundla : સાવરકુંડલા શહેરમાં છેલ્લા 20 વર્ષની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનો અત્યંત ભક્તિભાવ અને ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો છે.
10:18 AM Aug 29, 2025 IST
|
Hardik Shah
- ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
- ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે બાપ્પા બિરજમાન
- સાવરકુંડલા ખાતે છેલ્લા 20થી બાપ્પાની થાય છે સ્થાપના
- ભવ્ય લેસર લાઇવ થીમ પર ભવ્ય આતિશબાજી કરાઈ
- ગણપતિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો
Savarkundla : સાવરકુંડલા શહેરમાં છેલ્લા 20 વર્ષની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનો અત્યંત ભક્તિભાવ અને ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું અને આ જયઘોષ સાથે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાને ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવી હતી.
આ વર્ષના આયોજનને વધુ વિશેષ બનાવતા, એક અનોખી લેસર લાઇવ થીમ પર આધારિત ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આકાશને રંગબેરંગી રોશનીથી શણગારી દીધું હતું અને સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ, પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે આ દસ દિવસીય ગણેશોત્સવનો શાનદાર પ્રારંભ થયો છે.
આ પણ વાંચો : Vadodara : નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ ગરબા માટે કર્યું ભૂમિપૂજન
Next Article