Gandhinagar :ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળામાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે 14 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં 85 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તમામ દાખલ દર્દીઓની સ્થિતિ સ્થિર અને સારી છે.આજે હોસ્પિટલમાં નવા 11 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી મોટા ભાગના સેક્ટર 24 અને આદિવાડા વિસ્તારના રહેવાસીઓ છે. આ વિસ્તારોમાં પાણીની લાઈનમાં લિકેજને કારણે દૂષિત પાણીની સમસ્યા સામે આવી હતી, જેના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ લિકેજને રિપેર કરી દેવામાં આવ્યા છે.