Gandhinagar કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી
Gandhinagar : રાજ્યમાં શાળાઓ બાદ હવે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગરમાં કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળતા જ સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક અસરથી આખી કોર્ટ ખાલી કરાવી હતી.
Advertisement
- ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી
- પોલીસે તાત્કાલિક અસરથી કોર્ટને ખાલી કરાવી
- બોમ્બ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
- ગઈકાલે શાળાઓને મળી હતી બોમ્બની ધમકી
Gandhinagar : રાજ્યમાં શાળાઓ બાદ હવે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગરમાં કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળતા જ સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક અસરથી આખી કોર્ટ ખાલી કરાવી હતી. હાલમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અનેક શાળાઓને પણ આવી જ ધમકી મળી હતી, જેને પગલે હવે ન્યાયતંત્રના ધામમાં મળેલી આ ધમકીને પોલીસ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.
Advertisement


