Gandhinagar : આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે.
Advertisement
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. આરોગ્ય કેન્દ્રો પર આ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કાર્યક્રમ પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ પણ કરી હતી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છતાને આપણા જીવનનો મુખ્ય સ્વભાવ બનાવવો પડશે. સ્વચ્છતા અભિયાનમાં એક પણ વસ્તુ છૂટવી ન જોઈએ. માત્ર સાત દિવસનું અભિયાન કરીને સરકાર છૂટવા નથી માગતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં અમૃતપાન અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો હતો.......જુઓ અહેવાલ.......

