Gandhinagar : ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય, ભાજપ સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજૂઆત
ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એક વખત સક્રિય બની છે અને ભાજપના પ્રદેશ સંગઠનમાં ક્ષત્રિય સમાજને યોગ્ય સ્થાન આપવા રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાની સંકલન સમિતિએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ક્ષત્રિય સમાજનું મહત્વપૂર્ણ પ્રભુત્વ છે અને આ વિસ્તારોમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
08:45 PM Jan 10, 2025 IST
- ગાંધીનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એક વખત થઈ સક્રિય
- ભાજપ સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજુઆત
- ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાની સંકલન સમિતિએ કરી રજુઆત
- પ્રદેશ સંગઠનમાં પણ 3-4 ક્ષત્રિય સમાજના હોદેદારોને લઈને રજુઆત
- પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી
- સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ક્ષત્રિયની પ્રભુત્વ ધરાવતી વસ્તી
- 2 જિલ્લા અને 2 શહેરમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજુઆત
રાજપૂત ક્ષત્રિય સમાજ માટે પ્રદેશ સંગઠનમાં સ્થાનની રજુઆત
ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એક વખત સક્રિય બની છે અને ભાજપના પ્રદેશ સંગઠનમાં ક્ષત્રિય સમાજને યોગ્ય સ્થાન આપવા રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાની સંકલન સમિતિએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ક્ષત્રિય સમાજનું મહત્વપૂર્ણ પ્રભુત્વ છે અને આ વિસ્તારોમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. સમિતિએ પ્રદેશ સંગઠનમાં ત્રણથી ચાર ક્ષત્રિય હોદેદારોને સ્થાન આપવાની માંગ સાથે તેમના રાજકીય હિતોની રક્ષા કરવા પર ભાર મૂક્યો હતો.