Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મુલસણા ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો પરેશાન

મુલસણા ગામમાં તાજેતરના કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતા ડાંગરના પાક સડી જવાનું જોખમ ઊભું થયું છે. આસપાસ બિલ્ડરોની સ્કીમોને કારણે કુદરતી નિકાલના રસ્તા બંધ થઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ખેડૂતો હવે સરકારને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને પાકના નુકસાન માટે સહાયની માંગ કરી રહ્યા છે.
Advertisement
  • કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો હજુ જળતરબોળ
  • મુલસણા ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા પરેશાની
  • ડાંગરના ખેતરોમાં હજુ પણ ભરાયેલા છે પુષ્કળ પ્રમાણમાં પાણી
  • પાણીનો નિકાલ નહીં થતા ડાંગરના ખેડૂતોને થશે મોટું નુકસાન
  • આસપાસ બિલ્ડરોએ સ્કીમ પાડી દેતા સ્થિતિ સર્જાયાનો દાવો
  • ત્વરિત પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતોની સરકાર સમક્ષ માગ
  • નુકસાન થયેલા પાક માટે સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માગ

Gandhinagar : તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે વિરામ લીધો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં તેની માઠી અસરો હજુ પણ યથાવત છે, જેમાં ખાસ કરીને મુલસણા ગામના ખેડૂતો ભારે દુર્દશા ભોગવી રહ્યા છે કારણ કે તેમના ડાંગરના ખેતરો હજુ પણ વરસાદી પાણીથી જળતરબોળ છે.

ત્વરિત પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતોની સરકાર સમક્ષ માગ

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરોની આસપાસ બિલ્ડરો દ્વારા આડેધડ સ્કીમો પાડી દેવામાં આવતા પાણીના કુદરતી નિકાલના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના પરિણામે ખેતરોમાં ભરાયેલા પુષ્કળ પાણી ઓસરવાનું નામ નથી લેતા અને મહામહેનતે તૈયાર કરેલો ડાંગરનો પાક સડી જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિમાં, રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સમક્ષ ખેતરોમાંથી ત્વરિત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને પાકને થયેલા નુકસાન બદલ સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી ઉગ્ર માગણી કરી છે.

Advertisement

આ પણ વાંચો :   Ravi season : મુખ્યમંત્રીનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

Advertisement

Tags :
Advertisement

.

×