Gandhinagar : ખેડૂત આંદોલન મુદ્દે પ્રવક્તા મંત્રી Jitubhai Vaghani ની પ્રેસ કોન્ફરન્સ
ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.
Advertisement
ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી તેમના વ્યાપકહિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના પ્રશ્ને 10-12 દિવસથી મેરેથોન બેઠક થઈ. જીતુભાઈએ વધુંમાં કહ્યું કે, ખેડૂતોને વીજલાઈનના વળતરમાં વધારો અપાશે. જંત્રી આધારિત નહીં બમણો માર્કેટ રેટ ચૂકવાશે. જમીન માલિકોને એકસાથે અગાઉથી વળતર ચૂકવાશે. MRC મુજબ જમીનના ભાવ નક્કી કરાશે. ખેડૂતોના પ્રતિનિધિને પણ સમિતિ રખાશે.....જુઓ અહેવાલ......

