Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ફરી એકવાર ધારાસભ્યો અને મંત્રીઓને શિસ્તના ધોરણે લાવવા કડક ટકોર કરવી પડી.
08:46 PM Mar 21, 2025 IST
|
Hardik Shah
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ફરી એકવાર ધારાસભ્યો અને મંત્રીઓને શિસ્તના ધોરણે લાવવા કડક ટકોર કરવી પડી. હર્ષભાઇ સંઘવી અને કિરીટ પટેલ ગૃહમાં વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે અધ્યક્ષે તેમને નામ સાથે ટોક્યા અને સ્પષ્ટ કહ્યું કે, આટલા વર્ષો બાદ પણ સૌને શીખવાડવું ન પડે તેવું થવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગૃહમાં અંદરોઅંદર વાતચીત ન થવી જોઈએ અને તમામ સભ્યોએ એકસમાન રીતે બેસીને સભાની ગરિમા જાળવવી જોઈએ. આ પહેલાં ગઈકાલે પણ અલ્પેશ ઠાકોર અને કાંતિ અમૃતિયાને ફોન પર વાત કરવા બદલ ટકોર કરવામાં આવી હતી.
Next Article