ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનના 17મા સેના પ્રમુખ

પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે કાર્યભાર સંભાળી લીધો છે. જનરલ કમર જાવેદ બાજવાએ મંગળવારે તેમના અનુગામી અસીમ મુનીરને કમાન્ડની બેટન સોંપી હતી. કમાન્ડ બદલવાની સાથે જ મુનીર પાકિસ્તાનના 17મા આર્મી ચીફ બની ગયા છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં નવા આર્મી ચીફને કમાન સોંપવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ જનરલ બાજવાને આર્મી ચીફ તરીકે છેલ્લી વખત ગાર્ડ
09:40 AM Nov 29, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે કાર્યભાર સંભાળી લીધો છે. જનરલ કમર જાવેદ બાજવાએ મંગળવારે તેમના અનુગામી અસીમ મુનીરને કમાન્ડની બેટન સોંપી હતી. કમાન્ડ બદલવાની સાથે જ મુનીર પાકિસ્તાનના 17મા આર્મી ચીફ બની ગયા છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં નવા આર્મી ચીફને કમાન સોંપવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ જનરલ બાજવાને આર્મી ચીફ તરીકે છેલ્લી વખત ગાર્ડ
પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે કાર્યભાર સંભાળી લીધો છે. જનરલ કમર જાવેદ બાજવાએ મંગળવારે તેમના અનુગામી અસીમ મુનીરને કમાન્ડની બેટન સોંપી હતી. કમાન્ડ બદલવાની સાથે જ મુનીર પાકિસ્તાનના 17મા આર્મી ચીફ બની ગયા છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં નવા આર્મી ચીફને કમાન સોંપવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ જનરલ બાજવાને આર્મી ચીફ તરીકે છેલ્લી વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાજવા નિવૃત્ત થતાની સાથે જ ઈમરાન ખાનની પાર્ટીએ તેમના પર શાબ્દિક પ્રહાર તેજ કરી દીધા છે. 
ઇમરાનની પાર્ટી દ્વારા બાજવા પર પ્રહાર 
બાજવાએ સેના પ્રમુખ પદ છોડતાની સાથે જ ઈમરાનની પાર્ટી પીટીઆઈ ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. પીટીઆઈના નેતા અસદ ઉમરે એક ટ્વિટમાં લખ્યું, 'જનરલ બાજવા રાજકીય ઉથલપાથલનો વારસો, વિખેરાયેલી અર્થવ્યવસ્થા પાછળ છોડી રહ્યા છે. સૌથી ખરાબ વાત એ છે કે તેમના નિર્ણયોએ સેના અને નાગરિક વસ્તી વચ્ચેના વિશ્વાસનો સંબંધ તોડી નાખ્યો છે. 
બાજવાએ પોતાના અનુગામીને પાઠવ્યા અભિનંદન 
દરમ્યાન બાજવાએ તેમના અનુગામી અસીમ મુનીરને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે "મને ખાતરી છે કે તેમના નેતૃત્વમાં સેના નવી ઊંચાઈઓ સર કરશે અને તેમની નિમણૂક દેશ માટે સકારાત્મક સાબિત થશે," તેમણે કહ્યું. તેમણે કહ્યું કે તેઓ એ જાણીને ખુશ છે કે તેઓ જનરલ મુનીર જેવા અધિકારીના હાથમાં સેના છોડીને નિવૃત્ત થઈ રહ્યા છે. આ સમારોહમાં ભૂતપૂર્વ સૈન્ય નેતૃત્વ પણ હાજર હતું.
આ રીતે તેમના નામને મળી મંજુરી 
ઘણી અટકળો વચ્ચે 24 નવેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે નવા આર્મી ચીફ તરીકે અસીમ મુનીરના નામને મંજૂરી આપી હતી. થોડા સમય માટે એવી અફવાઓ પણ ઉડી હતી કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી મુનીરની નિમણૂકને અવરોધિત કરી શકે છે. અલ્વી ઈમરાન ખાનના નજીકના છે જે આસિમ મુનીરની નિમણૂક પર ઈમરાન સાથે ચર્ચા કરવા લાહોર ગયા હતા. પરંતુ થોડા કલાકો પછી, તેમણે મુનીરના નામને અંતિમ મંજૂરી આપી.
આ પણ વાંચો  -  દુનિયાના સૌથી ધનિક દસ લોકોની યાદીમાં મસ્ક ફરીએકવાર પ્રથમ ક્રમે, અદાણી ત્રીજા, તો અંબાણી આઠમા ક્રમે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArmyChiefAsimMunirbajwaGeneralGujaratFirstImranKhanPakistan
Next Article