Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેરાલુમાં ગદર્ભે મચાવ્યો આતંક, ત્રણ વ્યક્તિઓને ભર્યા બચકાં

ખેરાલુમાં રસ્તે જતા લોકોને બચકા ભરી લેનાર ગદર્ભને આખરે પાલિકાની ટીમ દ્વારા પકડી લેવાયો છે. આ ગદર્ભે એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચાડી હતી. ચંચળ બેન નામની મહિલા જે ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આશા વર્કર તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે તેઓ તેમના પતિ સાથે ખરીદ વેચાણ સંઘ પાસેથી પસાર થતા હતા તે સમયે અચાનક પાછળથી ગર્દભે આવી તેમને નીચે પાડી દીધા હતા.  તેમને  બચકાં ભર્યાં હતા..દરમ્à
ખેરાલુમાં ગદર્ભે મચાવ્યો આતંક  ત્રણ વ્યક્તિઓને ભર્યા બચકાં
Advertisement

ખેરાલુમાં રસ્તે જતા લોકોને બચકા ભરી લેનાર ગદર્ભને આખરે પાલિકાની ટીમ દ્વારા પકડી લેવાયો છે. આ ગદર્ભે એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચાડી હતી. ચંચળ બેન નામની મહિલા જે ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આશા વર્કર તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે તેઓ તેમના પતિ સાથે ખરીદ વેચાણ સંઘ પાસેથી પસાર થતા હતા તે સમયે અચાનક પાછળથી ગર્દભે આવી તેમને નીચે પાડી દીધા હતા.  તેમને  બચકાં ભર્યાં હતા..

દરમ્યાન તેમના પતિએ બુમાબુમ કરતા આજુબાજુના રહીશો અને વાહનચાલકો મદદે આવી ચઢ્યા હતા. અને તેમને ગદર્ભથી છોડાવ્યા હતા. જો કે તેમને ઇજા પહોંચતા સારવાર અર્થે વડનગર હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે પ્લાસ્ટિક સર્જરીની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ ગદર્ભ દ્વારા  અન્ય બે વ્યક્તિઓને પણ આ રીતે ઇજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે નગરપાલિકાની ટીમ દ્વારા ગદર્ભને પકડી લેવામાં આવ્યો હતો.જે બાદ  લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×