અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ શરૂ, ઈમરાન ખાનની હાર નક્કી, પાકિસ્તાન નેશનલ એસેમ્બલી બહાર પ્રદર્શન શરૂ
- ઈમરાન ખાનના દેશ છોડવા
પર પ્રતિબંધ
- ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં
ઈમરાન ખાન વિરૂદ્ધ અરજી દાખલ
- 11 એપ્રિલે હાઈકોર્ટમાં
થશે સુનાવણી
- લુંટારૂંઓ સત્તામાં આવી
ગયા છે : ફવાદ ચૌધરી
- પાકિસ્તાન માટે દુઃખદ
દિવસ: ફવાદ ચૌધરી
- સારા માણસને ઘરે મોકલી
દીધો છે: ફવાદ ચૌધરી
- ઈમરાન ખાને પીએમ હાઉસ છોડી દીધું
- અવિશ્વાસ પ્રસ્તાવ પર
વોટિંગ શરૂ
- અયાઝ સાદિકને સ્પિકરનો ચાર્જ સોંપાયો
- પીટીઆઈના સાંસદો સંસદ
છોડીને બહાર નિકળ્યા
- સંસદમાં સ્પિકરે રાખ્યો ઈમરાન ખાનનો
સિક્રેટ લેટર
- આ સિક્રેટ લેટર સ્પિકર ચીફ જસ્ટિસને આપશે
- સંસદમાં જ સ્પિકરે રાજીનામાની કરી જાહેરાત
- નેશનલ એસેમ્બલીની
કાર્યવાહી શરૂ
- પાકિસ્તાનમાં નેશનલ
એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પિકરે આપ્યા રાજીનામા
- સ્પિકર અસદ
કૈસરે આપ્યું રાજીનામું
- ઈમરાન ખાને સ્પિકરને
સોંપી સિક્રેટ ચિઠ્ઠી
- પાકિસ્તાનમાં નેશનલ
એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પિકરે આપ્યા રાજીનામા
- પાકિસ્તાનમાં
હાઈ એલર્ટ, વિદેશ મંત્રી પહોંચ્યા નેશનલ એસેમ્બલી
- સ્પિકરે ઈમરાન ખાનને સંસદમાં આવવા
કહ્યું
- પીએમ હાઉસથી સંસદ પહોંચ્યા સ્પિકર
- ડોમેસ્ટિક એરપોર્ટ પર હાઈ એલર્ટ, સરકારી
અધિકારીઓ પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરી શકશે નહીં
- અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન નહીં થાય તો સુપ્રીમ કોર્ટમાં
બપોરે 12.35 વાગ્યે થશે સુનાવણી
- પાકિસ્તાનમાં વિપક્ષ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
- ઈસ્લામાબાદની તમામ હોસ્પિટલો એલર્ટ પર રાખવામાં આવી
- લાહોરના રસ્તાઓ પર ઈમરાનના ખાનના સમર્થકોના પ્રદર્શન શરૂ
- પાકિસ્તાનના તમામ એરપોર્ટ પર કડક સુરક્ષા વધારવામાં આવી
- ઈમરાન ખાને જેલમાં ધકેલી દેવાની આશંકા વ્યક્ત કરી
- ઈમરાન ખાને પત્રકારોને કહ્યું - હું હાર નહીં માનું
- વિદેશી ષ઼ડયંત્રને હું કામયાબ નહીં થવા દઉં : ઈમરાન ખાન
- હું મારા દેશ માટે લડતો રહીશ, ભ્રષ્ટ સિસ્ટમ સામે લડતો રહીશ : ઈમરાન ખાન
- હું એકલો છેલ્લે સુધી લડતો રહીશ : ઈમરાન ખાન
- ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ પહોંચા
- ચીફ જસ્ટિસ ધરપકડનો આપી શકે છે આદેશ
- ઈમરાન ખાને સિક્રેટ લેટર સુપ્રીમ કોર્ટે બતાવવાનો નિર્ણય કર્યો
- ધમકી ભર્યો લેટર CJIને બતાવવામાં આવશે
- ઈમરાન ખાનની ધરપકડ થઈ
શકે છે, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ : સૂત્ર
- ઈમરાન ખાને આર્મી ચીફને હટાવવાના
સમાચારને નકારી કાઢ્યા
- ચૂંટણી પંચની ઓફિસો તાત્કાલિક ખોલવાના
આદેશ પણ જારી કરવામાં આવ્યા
- ઈસ્લામાબાદ હાઈકોર્ટે નેશનલ એસેમ્બલીના
સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરીને સમન્સ પાઠવ્યા
- પાકિસ્તાનઃ વિપક્ષના નેતા શાહબાઝ શરીફ
ગૃહમાં પહોંચ્યા
પાકિસ્તાનના રાજકારણમાં ઘમાસાન ચાલી રહ્યું છે. ઈમરાન ખાનને લઈને હજુ પણ
સસ્પેન્સ યથાવત છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પાસેથી મળતી માહિતી મુજબ ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાનની સાથે સ્પિકર અને ડેપ્યુટી સ્પિકરની પણ ધરપકડ થઈ શકે છે. જો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ નહીં કરવામાં આવે તો ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાનના ચિફ જસ્ટીસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
— ANI (@ANI) April 9, 2022" title="" target="">javascript:nicTemp();
આર્મી
ચીફ જનરલ કમર જાવેદ બાજવા, ડીજી આઈએસઆઈ જનરલ નદીમ અંજુમ અને અન્ય
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઈમરાન ખાનને મળવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલમાં
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરની અધ્યક્ષતામાં નેશનલ એસેમ્બલી
સચિવાલયની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિવ, અધિક સચિવ વિધાન અને અન્ય અધિકારીઓ હાજર છે. સૂત્રોના જણાવ્યા
અનુસાર સચિવ, અધિક
સચિવે સ્પીકરને જણાવ્યું હતું કે વિધાનસભા સચિવાલય પાસે કોર્ટ દ્વારા આપવામાં
આવેલા નિર્ણયને લાગુ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ઈમરાન
ખાન અને સ્પીકરની ધરપકડ થવી જોઈએઃ મરિયમ નવાઝ શરીફ
પાકિસ્તાનના
વડાપ્રધાન ઈમરાન ખાન કેબિનેટની બેઠક માટે પીએમ આવાસ પહોંચ્યા છે. આ દરમિયાન પૂર્વ
વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મરિયમ નવાઝ શરીફે
મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- જો દેશને બચાવવો છે તો સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને ઈમરાન ખાનની દેશ સાથે દુશ્મની અને બંધારણને
નુકસાન કરવાના આરોપમાં ધરપકડ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ સમગ્ર દેશની માંગ હોવી
જોઈએ. મરિયમે લોકોને કહ્યું કે તેઓ દેશ માટે પોતાનો અવાજ ઉઠાવે અને પાકિસ્તાનને
હડપખોર અને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવાની માંગ કરે.
પાકિસ્તાનના રાજકારણમાંથી મોટા સમાચાર
સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન ઈમરાન ખાને રાજીનામું આપતા પહેલા
ત્રણ શરતો રાખી છે. જેમાં પહેલી શરત એ છે કે રાજીનામું આપ્યા બાદ ધરપકડ ન થવી જોઈએ, બીજી શરત એ છે કે NAB હેઠળ
કેસ દાખલ કરવો નહીં અને ત્રીજી શરત એ છે કે શાહબાઝને બદલે કોઈ અન્ય વ્યક્તિ વડાપ્રધાન
બને. જિયો ન્યૂઝ તરફથી આ માહિતી મળી છે.


