Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુલામ નબી આઝાદ આજે જમ્મુમાં કોંગ્રેસને પોતાની તાકાત બતાવશે, પાર્ટીના નામની કરશે જાહેરાત

ગુલામ નબી આઝાદ આજે જમ્મુમાં કોંગ્રેસને પોતાની તાકાત બતાવશે, સાથે જ પોતાની પાર્ટીના નામની પણ કરશે બીજતરફ કોંગ્રેસ સાથે લગભગ પાંચ દાયકા જૂના સંબંધો તોડી નાખ્યા બાદ ગુલામ નબી આઝાદ રવિવારે એટલે કે આજે જમ્મુથી નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે. સૈનિક કોલોનીમાં જાહેર સભા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીના નજીકના સહયોગીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસ છોડ્યા બાદ જમ્મુમાં આઝાદની પ્રથમ જાહેà
ગુલામ નબી આઝાદ આજે જમ્મુમાં કોંગ્રેસને પોતાની તાકાત બતાવશે  પાર્ટીના નામની કરશે જાહેરાત
Advertisement
ગુલામ નબી આઝાદ આજે જમ્મુમાં કોંગ્રેસને પોતાની તાકાત બતાવશે, સાથે જ પોતાની પાર્ટીના નામની પણ કરશે બીજતરફ કોંગ્રેસ સાથે લગભગ પાંચ દાયકા જૂના સંબંધો તોડી નાખ્યા બાદ ગુલામ નબી આઝાદ રવિવારે એટલે કે આજે જમ્મુથી નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે.
 
સૈનિક કોલોનીમાં જાહેર સભા 
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીના નજીકના સહયોગીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસ છોડ્યા બાદ જમ્મુમાં આઝાદની પ્રથમ જાહેર સભાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પૂર્વ મંત્રી જીએમ સરોરીએ કહ્યું કે રવિવારે દિલ્હીથી જમ્મુ પહોંચતા જ આઝાદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને તેઓ સૈનિક કોલોનીમાં જાહેર સભા સ્થળ પર પહોંચશે. સરોરી એ નેતાઓમાંથી એક છે જેમણે આઝાદના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. 

જમ્મુ એરપોર્ટથી જાહેર સભા સ્થળ તરફ જતા રસ્તા પર અને સતવારી ચોક ખાતે હોર્ડિંગ્સ 
આ જાહેર સભામાં ગુલામ નબી આઝાદ પોતાના રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આઝાદના સમર્થનમાં, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન, આઠ ભૂતપૂર્વ પ્રધાનો, એક ભૂતપૂર્વ સાંસદ, નવ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પંચાયતી રાજ સંસ્થાનના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને પાયાના કાર્યકરોએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આઝાદને આવકારવા માટે જમ્મુ એરપોર્ટથી જાહેર સભા સ્થળ તરફ જતા રસ્તા પર અને સતવારી ચોક ખાતે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે. જાહેર સભા સ્થળે લગભગ 20 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સરોરી છેલ્લા એક સપ્તાહથી જાહેર સભાની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
ગુલામ નબી આઝાદ આજે પાર્ટીની જાહેરાત કરી શકે છે
આજની રેલીમાં ગુલામ નબી આઝાદ પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટી શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે પ્રથમ યુનિટ જમ્મુ અને કાશ્મીરમાં હશે જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તમને જણાવી દઈએ કે આજના જે લોકોએ તાજેતરમાં આઝાદના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, તે બધા આજની રેલીમાં હાજર રહેશે.
આઝાદ માટે ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો છે
ગુલામ નબી આઝાદના નેતૃત્વવાળી પાર્ટી પાસે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અથવા નેશનલ કોન્ફરન્સ અથવા પીડીપી જેવા મુખ્ય પ્રવાહના પક્ષો સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ હશે. જોકે, આઝાદે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ સાથે ગઠબંધનનો કોઈ પ્રશ્ન જ નથી. "તેનાથી ન તો તેમને ફાયદો થશે અને ન તો મને મળશે," તેમણે કહ્યું.
કોંગ્રેસ હાઈકમાન્ડ પર આઝાદનો રોષ
રાજીનામાં બાદ આઝાદે કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી પર બાલિશ વર્તન અને અપરિપક્વતાનો આરોપ લગાવ્યો. સાથે જ બિનઅનુભવી વર્તુળ દ્વારા પાર્ટી ચલાવવાનો પણ આરોપ છે.
 આ નેતાઓએ રાજીનામું પણ આપી દીધું છે
જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યું હતું. તેમના પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ, પાર્ટીના પૂર્વ પંજાબ અધ્યક્ષ સુનીલ જાખડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ અને અશ્વિની કુમાર જેવા નેતાઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
Tags :
Advertisement

.

×