ધોરાજીમાં લગ્ન પ્રસંગે વરરાજાનું મોં કરાવ્યું ખાટું, ગિફ્ટમાં આપી આટલી મોંઘી ગિફ્ટ
લીંબુના ભાવ વધતા સોશિયલ મીડિયામાં રમૂજનું એક કેન્દ્ર બની ગયું છે. લીંબુના ભાવ લોકોની આંખમાં આંસુ લાવી દે છે તો બીજી તરફ મેસેજ અને વાઇરલ ફોટા હસાવી દે છે. લગ્ન પ્રસંગમાં લીંબુને લઇ ધોરાજીમાં એક રમૂજ ઘટના સામે આવી છે. સામાન્ય લોકો લગ્ન પ્રસંગે મોં મીઠું કરતા હોય છે અને મીઠાઈ આપતા હોઈ છે. ધોરાજીમાં મોં મીઠું કરવાના બદલે ખાટું મોઢું કરાવ્યું છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં લગ્ન પ્રસંગ
02:07 PM Apr 15, 2022 IST
|
Vipul Pandya
લીંબુના ભાવ વધતા સોશિયલ મીડિયામાં રમૂજનું એક કેન્દ્ર બની ગયું છે. લીંબુના ભાવ લોકોની આંખમાં આંસુ લાવી દે છે તો બીજી તરફ મેસેજ અને વાઇરલ ફોટા હસાવી દે છે. લગ્ન પ્રસંગમાં લીંબુને લઇ ધોરાજીમાં એક રમૂજ ઘટના સામે આવી છે.
સામાન્ય લોકો લગ્ન પ્રસંગે મોં મીઠું કરતા હોય છે અને મીઠાઈ આપતા હોઈ છે. ધોરાજીમાં મોં મીઠું કરવાના બદલે ખાટું મોઢું કરાવ્યું છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં લગ્ન પ્રસંગે છાબમાં અને મીઠાઈના બોક્સમાં રૂપિયા, દાગીના તથા મીઠાઈની જગ્યાએ વરરાજાને લીંબુ આપવામાં આવ્યા અને લીંબુના વધતા જતા ભાવને અનોખી રીતે દર્શાવવામાં આવ્યો.
દિવસેને દિવસે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય પદાર્થ અને શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. ધોરાજીના હિરપરા વિસ્તારમાં રહેતા મોણપરા પરિવારમાં દિકરાના લગ્ન હોય અને પીઠી ચોળવાની વિધિ થઇ રહી હતી. હાલ શાકભાજી તથા લીંબુના ભાવ વધતા હોય અને લીંબુનો ભાવ બસો થી ત્રણ સો રૂપિયા થઈ ગયો છે ત્યારે મોણપરા પરિવારના સગા સંબંધીઓ એ મીઠાઈ, રૂપિયા કે દાગીનાની જગ્યાએ છાબમાં અને મીઠાઈની જગ્યાએ લીંબુ આપવામા આવ્યા. વધતા જતા લીંબુના ભાવો તંત્ર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આમ વધતી જતી મોંઘવારીનો પરીવારજનોએ અને મિત્રોએ અનોખી રીતે વિરોધ કર્યો.
Next Article