Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગીરમાં સિંહબાળના મોતથી ચિંતા વધી! CDV વાયરસની આશંકા વચ્ચે વનવિભાગ એલર્ટ

Gir Lion Deaths : અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં સતત વધી રહેલા સિંહોના મોતને લઈને વનવિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરના અલગ-અલગ એનિમલ કેર સેન્ટરોમાં સિંહ અને સિંહબાળના મોત બાદ ગાંધીનગરથી PCCF ભવાની પતી ગીરની મુલાકાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
Advertisement

Gir Lion Deaths : અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં સતત વધી રહેલા સિંહોના મોતને લઈને વનવિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરના અલગ-અલગ એનિમલ કેર સેન્ટરોમાં સિંહ અને સિંહબાળના મોત બાદ ગાંધીનગરથી PCCF ભવાની પતી ગીરની મુલાકાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં વધુ 2 સિંહબાળના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેના કારણે સત્તાવાર મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે સ્થાનિક સ્તરે આ આંકડો 9થી વધુ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. શરૂઆતમાં બેબેસિયા વાયરસની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે વાયરસના કોઈ પુરાવા ન મળતા વનવિભાગ અન્ય સંભવિત કારણોની તપાસમાં વ્યસ્ત બન્યું છે. સિંહોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આજ સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સિંહોમાં CDV વાયરસ જેવા લક્ષણો જોવા મળતા વનવિભાગ વધુ સતર્ક બન્યું છે અને સમગ્ર ગીર વિસ્તારમાં આરોગ્ય તપાસ તથા મોનીટરીંગની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×