Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Lion Deaths : ગીર વિસ્તારમાં સિંહોના મોત બાદ વનમંત્રી એક્શનમાં!

Gir Lion Deaths : ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતના બનાવો બાદ વન વિભાગમાં ચિંતા વધી છે. સ્થિતિને ગંભીર ગણાવી વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જસાધાર રેન્જ અને એનિમલ કેર સેન્ટર પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને ગીર પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારોમાં વધતા મોતના કેસ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.
Advertisement

Gir Lion Deaths : ગીર વિસ્તારમાં તાજેતરમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ વન વિભાગમાં ચિંતા વ્યાપી છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જસાધાર રેન્જ અને એનિમલ કેર સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. ખાસ કરીને ગીર પૂર્વ અને પશ્ચિમ બોર્ડર વિસ્તારોમાં સિંહોના મોતના વધુ કેસ નોંધાયા હોવાથી આ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે મળેલી ફરિયાદો અને વધતી ચિંતા બાદ વનમંત્રી પોતે પરિસ્થિતિની તપાસ કરવા માટે સીધા મેદાનમાં ઉતર્યા હતા અને જરૂરી પગલાં અંગે સૂચનાઓ આપી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×