ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બંગાળી મોડલ બિદિશાના મોત બાદ ગર્લ તેની ફ્રેન્ડ મંજુષા નિયોગીએ પણ જીવન ટૂંકાવ્યું

બંગાળી મોડલ બિદિશા નિયોગી બાદ હવે તેની મિત્ર મંજુષાના મૃત્યુના સમાચાર આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ખૂબ જ નજીક હતાં. મંજુષાની માતાએ જણાવ્યું કે તેણે મંજુષાના મૃત્યુનો સંકેત આપ્યો હતો.મનોરંજન જગતની ઝાકમઝાળમાં રિલેશનશીપની ગુંચવણોબંગાળી મોડલ મંજુષા નિયોગી શુક્રવારે સવારે તેના કોલકાતા એપાર્ટમેન્ટમાં તેના રૂમની છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. શહેરમાં
02:38 PM May 27, 2022 IST | Vipul Pandya
બંગાળી મોડલ બિદિશા નિયોગી બાદ હવે તેની મિત્ર મંજુષાના મૃત્યુના સમાચાર આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ખૂબ જ નજીક હતાં. મંજુષાની માતાએ જણાવ્યું કે તેણે મંજુષાના મૃત્યુનો સંકેત આપ્યો હતો.મનોરંજન જગતની ઝાકમઝાળમાં રિલેશનશીપની ગુંચવણોબંગાળી મોડલ મંજુષા નિયોગી શુક્રવારે સવારે તેના કોલકાતા એપાર્ટમેન્ટમાં તેના રૂમની છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. શહેરમાં
બંગાળી મોડલ બિદિશા નિયોગી બાદ હવે તેની મિત્ર મંજુષાના મૃત્યુના સમાચાર આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ખૂબ જ નજીક હતાં. મંજુષાની માતાએ જણાવ્યું કે તેણે મંજુષાના મૃત્યુનો સંકેત આપ્યો હતો.
મનોરંજન જગતની ઝાકમઝાળમાં રિલેશનશીપની ગુંચવણો
બંગાળી મોડલ મંજુષા નિયોગી શુક્રવારે સવારે તેના કોલકાતા એપાર્ટમેન્ટમાં તેના રૂમની છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. શહેરમાં ત્રણ દિવસમાં આ બીજી સેલિબ્રિટી આત્મહત્યા છે, અને બે અઠવાડિયામાં ત્રીજી આત્મ હત્યા છે. એક પખવાડિયા પહેલા, સિરિયલની અભિનેત્રી પલ્લવી ડે પણ તેના દક્ષિણ કોલકાતાના ફ્લેટમાં છત પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ જાણવા માટે મંજુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ પરીક્ષા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મંજુષાની માતાએ જણાવ્યું કે તેની પુત્રીએ કહ્યું હતું કે બહુ જલ્દી બિદિશાની જેમ કંઇ ચોંકાવનારું પગલું ન ભરે.  જો કે મંજૂષાએ તેની સુસાઇડ નોટમાં તેના ડિપ્રેશનનું કારણ બોય ફ્રેન્ડ અને કેન્સર ગણાવ્યું છે. આ કિસ્સો મનોરંજન જગતની ઝાકમઝાળમાં રિલેશનશીપની ગુંચવણોને ઉજાગર કરે છે. 

બિદિશાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી
બંગાળી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં એક અઠવાડિયામાં ત્રણ અભિનેત્રીઓના સુસાઇડથી સન્નાટો છવાયો છે. બંગાળી મોડલ બિદિશા દે મજુમદારની આત્મહત્યા બાદ તેની મિત્ર મંજુષા નિયોગીનો મૃતદેહ પણ તેના ઘરના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બિદિશાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. બંને ખૂબ સારા મિત્રો હતા. મંજુષાના મૃત્યુ બાદ તેની માતાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કેમોડલની માતાએ દાવો કર્યો હતો કે તેણીની નજીકની મિત્ર બિદિશા દે મજુમદારના મૃત્યુ બાદ તે ડિપ્રેશનથી પીડાતી હતી. તેની પુત્રી બિદિશાના મૃત્યુ બાદ તેણે મંજુષાની મોતનો સંકેત આપ્યો હતો. કારણકે તે બિદિશા સાથે રહેવા માંગતી હતી.

માતાએ કહ્યું, દીકરી બિદિશા સાથે રહેવા માંગતી હતી
બંગાળી મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાંથી સનસનાટીભર્યા સમાચાર આવી રહ્યા છે. મોડલ બિદિશાના મૃત્યુ બાદ તેની મહિલા મિત્રએ પણ આત્મહત્યા કરી લીધી છે. બંને ખૂબ સારા મિત્રો હતા. મંજુષાની માતાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે તેમની પુત્રી બિદિશા સાથે રહેવા ઈચ્છે છે. તેણે કહ્યું, "મારી પુત્રી કહેતી હતી કે તે બિદિશા સાથે રહેવા માંગે છે. જ્યારે મેં તેને ઠપકો આપ્યો તો તેણે કહ્યું કે ટૂંક સમયમાં બિદિશાની જેમ મીડિયાનું ફોકસ તેના ઘર પર રહેશે.
બિદિશા પાસે સુસાઇડ નોટ મળી આવી
મંજુષા નિયોગી 27 મેના રોજ તેના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. તેની માતાએ દાવો કર્યો હતો કે તેની મિત્ર બિદિશા ડે મજમુદારના મૃત્યુ બાદ તેની પુત્રી ગંભીર ડિપ્રેશનથી પીડાતી હતી. હાલમાં જ બિદિશાની લાશ તેના પંખા સાથે લટકતી મળી આવી હતી. તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, બિદિશાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તે કેન્સરથી પીડિત છે અને પરેશાન છે. સાથે જ તેના મિત્રોએ કહ્યું કે કેન્સરની વાત સાવ ખોટી છે. મિત્રોએ દાવો કર્યો હતો કે તે તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી.
 
Tags :
BangalifilmIndustryEntertainmentNewsEntertainmentTrendingNewsGujaratFirstModeling
Next Article