GLS કોલેજમાં રેગિંગની ઘટના આવી સામે, ABVPના નેતા ફરી વિવાદમાં
અમદાવાદની GLS કોલેજમાં આજે ફરી રેગિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થી સંગઠન ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરીને રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ પહેલા પણ આજ વિદ્યાર્થી નેતા પર રેગિંગ કર્યા હોવાના આક્ષેપ લાગ્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો:અમદાવાદની GLS કોલેજમાં ફરી રેગિંગની ઘટના સામે આવી છે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્à
03:53 PM Apr 16, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદની GLS કોલેજમાં આજે ફરી રેગિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થી સંગઠન ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરીને રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ પહેલા પણ આજ વિદ્યાર્થી નેતા પર રેગિંગ કર્યા હોવાના આક્ષેપ લાગ્યો હતો.
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો:
અમદાવાદની GLS કોલેજમાં ફરી રેગિંગની ઘટના સામે આવી છે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીએ GLS યુનિવર્સિટીમાં અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ અરજી કરી છે. ABVP દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલો વ્યક્તિગત છે. આ પહેલા પણ અમદાવાદની GLS કોલેજમાં 2021ના અંતમા ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું.
શું લખ્યું છે અરજીમાં ?
રેગિંગનો શિકાર બનેલી વિદ્યાર્થીનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશન અને ગર્લ્સ યુનિવર્સીટીને અરજી કરી જણાવ્યું છે કે, હું GLS યુનિવર્સિટીમાં સુરક્ષિત મહેસુસ કરતી નથી. કારણ કે વંશિકા નામની યુવતી બીજી કોલેજમાં ભણે છે, પરંતુ તેના મિત્રો GLSમાં ABVPમાં હોવાથી તે અહીંયા આવે છે. છોકરાઓ પણ ના બોલે તેવા અપશબ્દોમાં તે મારી સાથે વાત કરી રહી છે. કોઈ પણ કારણ વગર તે મને હેરાન કરે છે અને કહે છે કે અમે તને હજુ વધારે હેરાન કરીશું તારે જે કરવું હોય તે કર. વંશિકા પાર્કિંગમાં ઉભી હતી જેથી મેં મારું એક્ટિવા લેવા મારા ફ્રેન્ડને મોકલ્યો હતો ત્યારે ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણે મારા મિત્ર ક્રિષ્ના સોનીને ખૂબ માર્યો હતો. વંશીકાને અમારી કોલેજની મુસકાન પણ મદદ કરી રહી છે. મને મારી એક ફ્રેન્ડે પણ કહ્યું કે હું આ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરીશ તો તે લોકો મને વધારે હેરાન કરશે.
અરજીમાં આ લોકોના નામનો ઉલ્લેખ:
ABVPના નેતા ચાહત ઠાકોર, પાર્થ ચૌહાણ, વંશિકા પંચાલ અને મુસ્કાન આ 4 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.
Next Article