Goa Nightclub Fire : નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટથી 20 થી વધુના મોત
Goa Nightclub Fire : શનિવારે મોડી રાત્રે ઉત્તર ગોવામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે લાગી હતી.આ મામલે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો ક્લબમાં રસોડાના કામદારો હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
Advertisement
- ડિસેમ્બરમાં સીઝન ટાણે જ ગોવામાં મોટી દુર્ઘટના
- નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટથી 25ના મોત
- અરપોરામાં નાઈટ ક્લબમાં લાગી ભીષણ આગ
- મુખ્યમંત્રી ડૉ.પ્રમોદ સાવંતે આપ્યા તપાસના આદેશ
- સ્થળ મુલાકાત લઈને મુખ્યમંત્રીએ કરી સમીક્ષા
- મૃતકોમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ હતા
- 3 મહિલા અને 4 જેટલા પ્રવાસીઓના પણ મોત
Goa Nightclub Fire : શનિવારે મોડી રાત્રે ઉત્તર ગોવામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે લાગી હતી.આ મામલે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો ક્લબમાં રસોડાના કામદારો હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મૃતકોમાં "ત્રણથી ચાર પ્રવાસીઓ" પણ હતા. જાણકારી મુજબ 23 લોકોમાંથી ત્રણ લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા અને બાકીના લોકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો : Goa Night Club Fire: ગોવાના નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ, 23 લોકોના મોત
Advertisement
Advertisement


