બાપ રે! ટોચથી ધડામ દઈને તૂટી રહ્યા છે સોના-ચાંદી
- બાપ રે! ટોચથી ધડામ દઈને તૂટી રહ્યા છે સોના-ચાંદી
- ચાંદી ઓલટાઈમ હાઈથી 25 હજારથી વધુ તૂટી ગઈ
- ચાંદીમાં જોરદારથી ધોવાણથી રોકાણકારોમાં ચિંતા
- એક જ દિવસમાં ચાંદીના ભાવ 10,500થી વધુ ઘટ્યા
- ચાંદીમાં ઓલટાઈમ હાઈ સપાટીનો ફૂગ્ગો ફૂટી ગયો!
- ચાંદીનો વર્તમાન ભાવ 1.52 લાખ પ્રતિ કિલો પહોંચ્યો
- ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો.એ જાહેર કર્યા દર
- ચાંદીમાં સપ્તાહમાં જ 25 હજારનો કડાકો નોંધાતા ચિંતા
વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને જબરદસ્ત કડાકો નોંધાતા રોકાણકારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.એક જ સપ્તાહમાં મોટું ધોવાણ જોવા મળ્યું છે.ચાંદીમાં ₹25,000થી વધુનો કડાકો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા દર મુજબ, ચાંદીમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું છે. ચાંદી તેના ઓલટાઇમ હાઇ ભાવથી ₹25,000થી પણ વધુ તૂટી ગઈ છે.એક જ દિવસમાં કડાકો માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹10,500થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદીના પગલે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક તેજી હોવા છતાં સ્થાનિક બજારમાં સોનું અચાનકથી ધડાધડ તૂટ્યું છે. સોનું તેની ઓલટાઇમ હાઇ સપાટીથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ જેટલું ઘટ્યું છે. 22મી તારીખે જોરદાર કડાકા સાથે સોનાનો ભાવ ₹1.24 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયો છે. જુઓ સમગ્ર અહેવાલ .....