Gold Rate: વાત સાચી પડી! Gold 1 લાખને પાર પહોંચ્યું, હવે દોઢ લાખ પાર જશે?
ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા વચ્ચે, સોનામાં ફરી મોટો ઉછાળો આવ્યો સોનાનો ભાવ મેકિંગ ચાર્જ અને GST સાથે 100000 રૂપિયાને વટાવી ગયો છ કાર્યકારી દિવસોમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 5,926 રૂપિયાનો વધારો Gold : સોનાના ભાવ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યો છે....
Advertisement
- ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા વચ્ચે, સોનામાં ફરી મોટો ઉછાળો આવ્યો
- સોનાનો ભાવ મેકિંગ ચાર્જ અને GST સાથે 100000 રૂપિયાને વટાવી ગયો
- છ કાર્યકારી દિવસોમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 5,926 રૂપિયાનો વધારો
Gold : સોનાના ભાવ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યો છે. સોમવારે યુએસ શેરબજારમાં અંધાધૂંધી અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા વચ્ચે, સોનામાં ફરી મોટો ઉછાળો આવ્યો અને મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ, તે 1700 રૂપિયાથી વધુ વધીને 10 ગ્રામ દીઠ 99,000 રૂપિયાને પાર કરીને નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો, સોનાનો ભાવ મેકિંગ ચાર્જ અને GST સાથે 100000 રૂપિયાને વટાવી ગયો છે.
Advertisement