Gondal : નકલી અધિકારી બાદ હવે રાજા પણ નકલી! રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો ખુલાસો
Gondal: તાજેતરમાં મહેસાણા, ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યનાં ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલના કેટલાક સુજ્ઞ નગરજનોના સાથે ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી...
Advertisement
Gondal: તાજેતરમાં મહેસાણા, ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યનાં ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલના કેટલાક સુજ્ઞ નગરજનોના સાથે ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોય આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા? તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી. વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો. ગોંડલ રાજ્યનાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા. તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી? ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડી છે.
Advertisement
Advertisement