ગૂગલ પર ભારતમાં આ મહિને બીજી એન્ટ્રીટ્રસ્ટ પેનલ્ટી, ફટકાર્યો આટલા કરોડનો દંડ
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (Competition Commission of India-CCI)એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંબંધમાં અયોગ્ય વ્યવહાર માટે લગાવ્યો છે. CCIના ધ્યાને આવ્યું કે ગૂગલે પોતાના દબદબાની સ્થિતિનો દુરઉપયોગ કર્યો છે. નિયામકે કંપનીના અનુચિત વ્યવસાયિક પ્રથાઓને રોકવા નિર્દેશ આપ્યો છે.CCIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે ગૂગલને નિર્દેશ આપ્યો છે કે તે એક નિર્ધારિત સà
01:05 PM Oct 25, 2022 IST
|
Vipul Pandya
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (Competition Commission of India-CCI)એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંબંધમાં અયોગ્ય વ્યવહાર માટે લગાવ્યો છે. CCIના ધ્યાને આવ્યું કે ગૂગલે પોતાના દબદબાની સ્થિતિનો દુરઉપયોગ કર્યો છે. નિયામકે કંપનીના અનુચિત વ્યવસાયિક પ્રથાઓને રોકવા નિર્દેશ આપ્યો છે.
CCIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે ગૂગલને નિર્દેશ આપ્યો છે કે તે એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર પોતાના આચરણમાં સુધારો કરે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આવું બીજીવાર બન્યું છે જ્યારે ગૂગલ સામે CCIએ મોટો નિર્ણય કર્યો હોય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ CCIએ ગૂગલ પર 1337.76 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ ઉપકરણ ક્ષેત્રની માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરઉપયોગને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Next Article