Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગોસાબારા RDX કેસમાં દાયકાઓ બાદ આવ્યો ઐતિહાસિક ચુકાદો

પોરબંદરના ગોસાબારા RDX ઉતરાણ કેસમાં જામનગરની ખાસ અદાલતે ૪૬ માંથી ૧૨ આરોપીઓને દોષિત ઠેરવી ૫-૫ વર્ષની સજા સંભળાવી છે. ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલા આ કેસમાં દાઉદ ઈબ્રાહિમ સહિતના આતંકી તત્વો સામે કોર્ટે કડક કાર્યવાહી કરી છે, જે આતંકવાદ સામેના જંગમાં એક મહત્વનો કાનૂની વિજય સાબિત થયો છે.
Advertisement

પોરબંદરના દરિયાકાંઠે વર્ષો પહેલા થયેલા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. આ ચર્ચિત કેસમાં કુલ 46 આરોપીઓ પૈકી 12 શખ્સોને દોષિત જાહેર કરી આતંકવાદ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે. અદાલતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતના અન્ય ગુનેગારોને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસનો સીધો સંબંધ 1993 ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ (Serial Blasts) સાથે હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. વર્ષો જૂના આ દેશવ્યાપી કેસમાં ન્યાયતંત્રએ પુરાવાઓને આધારે કડક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામેની આ કાનૂની લડાઈમાં આ ચુકાદો તપાસ એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવે છે અને કાયદાનું શાસન સ્થાપિત કરે છે. જુઓ વીડિયો....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×