ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલનો અનુરોધ, દેશી ગાય રાખવા કરી અપીલ

જામનગરમાં આવેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને ખેડૂતોને ઘરમાં દેશી ગાય રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી એક જ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. પાકૃતિક ખેતી અભિયાનમાં જામનગર આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પુણ્ય કમાવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ , ભક્તિ કરીએ છીએ તે સારી બાબત પણ લોકોને ઝેર વાળુ અનà
06:42 AM Apr 30, 2022 IST | Vipul Pandya
જામનગરમાં આવેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને ખેડૂતોને ઘરમાં દેશી ગાય રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી એક જ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. પાકૃતિક ખેતી અભિયાનમાં જામનગર આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પુણ્ય કમાવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ , ભક્તિ કરીએ છીએ તે સારી બાબત પણ લોકોને ઝેર વાળુ અનà
જામનગરમાં આવેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને ખેડૂતોને ઘરમાં દેશી ગાય રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી એક જ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. 
પાકૃતિક ખેતી અભિયાનમાં જામનગર આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પુણ્ય કમાવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ , ભક્તિ કરીએ છીએ તે સારી બાબત પણ લોકોને ઝેર વાળુ અનાજ ખવડાવીએ છીએ. લોકો હોસ્પિટલ જાય છે અને પછી મંદિરમાં પુણ્ય કમાવવા ઘંટ વગાડવાનો શું ફાયદો છે. તેમણે સહુને  પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપિલ કરી હતી અને ખેડૂતોને ઘરમાં દેશી ગાય રાખવા પણ અપીલ  કરી હતી. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી એક જ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન માં વધારો થાય છે. દેશી ગાયનું છાણ અને ગૌમુત્ર જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી થાય છે. 
વર્ષો પહેલાં એક પણ કિસ્સો સામે આવતો ન હતો કે ખેડૂતે ખેતીના પરિણામે આત્મહત્યા કરી તેમ જણાવતા રાજ્યપાલે કહ્યું કે તે સમયે માત્ર પ્રાકૃતિક ખેતી જ થતી હતી.પ્રાકૃતિક ખેતી ખર્ચ વગરની ખેતી છે.ભારતમાં 40 વર્ષથી રાસાયણિક ખેતીના નામે ઝેરી ખાતરનો પ્રચાર થયો છે. મારી પાસે ગુરુકુળમાં 200 એકર જમીન છે,ગુરુકુળના બાળકોને આ જમીનમાં પ્રકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા અનાજનું જમવાનું આપવામાં આવે છે.ભારતનો એક માત્ર પ્રાકૃતિક જિલ્લો ડાંગ જિલ્લો છે, તેમ તેમણે કહ્યું હતું. 
તેમણે પોતાનો કાર્યકાળ વાગોળતા કહ્યું કે હું હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતો ત્યારે રાજભવનમાં બેસવાની જગ્યાએ ખેતરોમાં જતો હતો અને  ત્યાં ખેડૂતોને ભેગા કરી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપતો હતો. પ્રયાસો પછી ત્યાં 50 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા હતા અને આજે 2લાખ કરતાં વધુ ખેડૂતો ત્યાં પ્રાકૃતિક ખેતી કરે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદી , ગૃહમંત્રી અમિત શાહને મળું ત્યારે તેઓ પહેલાં એ પ્રશ્ન કરે છે કે પ્રાકૃતિક ખેતી કેવી ચાલે છે અને હું કહું છું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધી છે,ગુજરાતના ખેડૂતો મહેનતુ છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખેતી કરવા માટે દેશી ગાય રાખશે તો સરકાર 900 રુપિયા આપે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલને એરપોર્ટ પર મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા.
Tags :
governeroggujaratGujaratFirstJamnagarNaturalFarming
Next Article