ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજના લોકો પોતાના ગુરુના દર્શન અને આશિર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખાકારી અને ઉદારતાની શીખ પણ  મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શિવાદ અને દર્શન લોકો કરતા હોય છે.હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમàª
11:15 AM Jul 13, 2022 IST | Vipul Pandya
આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજના લોકો પોતાના ગુરુના દર્શન અને આશિર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખાકારી અને ઉદારતાની શીખ પણ  મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શિવાદ અને દર્શન લોકો કરતા હોય છે.હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમàª
આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજના લોકો પોતાના ગુરુના દર્શન અને આશિર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખાકારી અને ઉદારતાની શીખ પણ  મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શિવાદ અને દર્શન લોકો કરતા હોય છે.
હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે  ગુરુ પૂર્ણિમાનો તહેવાર 13 જુલાઈએ ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહર્ષિ વેદવ્યાસના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ તારીખે વેદના રચયિતા વેદવ્યાસનો જન્મ થયો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022ના ગુરૂ પૂર્ણિમા પર ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થઈને એક શુભ લાભકારી યોગ રચાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ગુરુગાદીઓ તેમજ અનેક મંદીરમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. માલધારી સમાજની વિશ્વભરમાં પ્રસિધ્ધ ગાદી વડવાળા મંદિર ખાતે ભવ્ય રીતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. દૂધરેજ ખાતે વડવાળા મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. વિવિધ કાર્યક્રમોનું પણ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડવાળા મંદિરના મુખ્ય મહંત કનીરામદાસજી બાપુ તેમજ મુકુન્દ રામ બાપુ તેમજ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ દ્વારા પોતાના પત્ની અંબાબેન દેસાઈના મોક્ષાર્થે ભવ્ય અન્નકૂટ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.  

Koo App

गुरु पूर्णिमा का यह जो उत्सव है, एक तत्व की प्रतिष्ठा और गुरु तत्व के प्रति गहरी निष्ठा हमारे जीवन में भर दे। हमें गुरुओं की बात माननी है, हमें गुरुओं के मार्ग पर चलना है। गुरु पूर्णिमा के इस पावन उत्सव पर भारत की समस्त गुरुसत्ता, ऋषिसत्ता को नमन करते हुए... समस्त देशवासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं.... #GuruPurnima #गुरुपूर्णिमा

- स्वामी रामदेव (@swamiramdev) 13 July 2022

Tags :
GujaratFirstGurupurnimaSurendranagar
Next Article