ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Akshar Patelના લગ્ન બાદ આજે ગ્રાન્ડ રિસેપ્શન, બાહુબલી બોટમાં પડાવશે ફોટોગ્રાફ્સ

ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા. બંનેની સગાઈ પાછવા વર્ષે થઈ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં વસંત પંચમીએ થયા.આજે  નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલ એક પાર્ટી પ્લોટમાં ગ્રાન્ડ રિસેપ્શન (Reception)છે. અને આ રિસેપ્શન ની થીમ છે એ છે એનચાન્ટેડ ગાર્ડન થીમ અને આ જે થીમ છે એ માં તમામ પ્રકારે ગાર્ડનની ફીલ આવ
01:57 PM Jan 27, 2023 IST | Vipul Pandya
ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા. બંનેની સગાઈ પાછવા વર્ષે થઈ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં વસંત પંચમીએ થયા.આજે  નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલ એક પાર્ટી પ્લોટમાં ગ્રાન્ડ રિસેપ્શન (Reception)છે. અને આ રિસેપ્શન ની થીમ છે એ છે એનચાન્ટેડ ગાર્ડન થીમ અને આ જે થીમ છે એ માં તમામ પ્રકારે ગાર્ડનની ફીલ આવ
ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા. બંનેની સગાઈ પાછવા વર્ષે થઈ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં વસંત પંચમીએ થયા.આજે  નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલ એક પાર્ટી પ્લોટમાં ગ્રાન્ડ રિસેપ્શન (Reception)છે. અને આ રિસેપ્શન ની થીમ છે એ છે એનચાન્ટેડ ગાર્ડન થીમ અને આ જે થીમ છે એ માં તમામ પ્રકારે ગાર્ડનની ફીલ આવે તે પ્રમાણેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે
આ સાથે જ જે રિસેપ્શનમાં (Reception)અક્ષર પટેલ અને તેમની વાઈફ નેહા પટેલ એન્ટ્રી લેશે તે થીમ છે બાહુબલી બોટ (Baahubali) . જેમાં અક્ષર પટેલ અને નેહા પટેલ રિસેપ્શનમાં ગ્રાન્ડ એન્ટ્રી લેશે. આ રિસેપ્શનમાં આશરે 2000 થી 2500 લોકો આવવાના છે.અને ઇન્ડિયન ઇટાલિયન મેક્સિકન થાઈ, કોન્ટીનેન્ટલ, ચાઈનીઝ, ગુજરાતી તમામ પ્રકારની વેજીટેરિયન વાનગીઓ જમવામાં રાખવામાં આવી છે.

વિન્ટેજ કારમાં જાન નીકળી
28 વર્ષના અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પાછલા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. વસંત પંચમીએ વડોદરામાં અક્ષરની જાન વિન્ટેજ કારમાં નીકળી હતી. આ સાથે વરમાળા અને સાત ફેરાના પણ વીડિયો સામે આવ્યા છે. જેને ખુદ મેહા પટેલ દ્વારા Social media પર પોસ્ટ કરવામાં આવ્યા છે.

કોણ છે અક્ષરની દુલ્હનીયા મેહા?
મેહા પટેલ વ્યવસાયે ડાયટેશિયન અને ન્યૂટ્રિશિયનિસ્ટ છે.(Nutritionist) તે સોશિયલ મીડિયા પર પણ ડાયેટ પ્લાન શેર કરતી રહે છે. અક્ષર પટેલ અને મેહાને ઘણી વખતે સાથે રજાઓની મજા માણતા પણ જોવામાં આવ્યા છે. હાલમાં જ બંને અમેરિકા  (America)પણ ગયા હતા.
આપણ   વાંચો- મેહા'ના થયા 'અક્ષર પટેલ', લગ્નની આ તસ્વીરો પરથી નહીં હટે આપની આંખો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AksharpatelBaahubaliboatGrandReceptionGujaratFirstGujaratifoodphotographsWedding
Next Article