દાદીમાએ ચાખ્યો French Friesનો સ્વાદ, એવી મજા પડી ગઈ કે...
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી.તેમાં પણ આજકાલ અમુક વિડીયો તો ટ્રેન્ડિંગમાં જોવા મળતાં હોય છે.સામાન્ય રીતે દાદી બાળકોને ખૂબ ગમતાં હોય છે. આજે પણ વૃદ્ધ લોકો તેમની કેટલીક માન્યતાઓને કારણે નવી વસ્તુઓનો પ્રયાસ કરતા નથી.ત્યારે આવું જ એક દ્રશ્ય ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં જોવા મળ્યું હàª
Advertisement
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી.તેમાં પણ આજકાલ અમુક વિડીયો તો ટ્રેન્ડિંગમાં જોવા મળતાં હોય છે.
સામાન્ય રીતે દાદી બાળકોને ખૂબ ગમતાં હોય છે. આજે પણ વૃદ્ધ લોકો તેમની કેટલીક માન્યતાઓને કારણે નવી વસ્તુઓનો પ્રયાસ કરતા નથી.ત્યારે આવું જ એક દ્રશ્ય ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં જોવા મળ્યું હતું જેમાં એક વૃદ્ધ મહિલા ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ રહી હતી.
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જય પરીક દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.જય પારીક નામના વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે તેની દાદી મેકડોનાલ્ડ્સમાંથી લાવેલી ફ્રેન્ચ ફ્રાઈસ તેમને કેવી ભાવે છે.
વિડીયોમાં દાદીને પેરી પેરી મસાલા સાથે ફ્રેન્ચ ફ્રાઈસ મિક્સ કરતા જોવા મળી રહ્યા હતા.દાદી આ ફ્રેન્ચ ફ્રાઈસની મજા માણી રહ્યાં હતા.આ વિડીયો અત્યાર સુધીમાં લાખોમાં જોવાયો છે. તેમજ 5 લાખથી વધુ લોકોએ પસંદ કરી રહ્યાં છે.


