GSEB Board Result : Suratના હીરા કામદારની પુત્રીએ A ગ્રેડ મેળવ્યો
ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થવા પામ્યું છે. સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. વિદ્યાર્થીઓએ ગરબા રમી ઉજવણી કરી હતી.
Advertisement
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફ્રેબ્રુઆરી-2025 માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 83.51 ટકા આવ્યું છે. સુરતમાં રત્નકલાકારની દીકરીએ A ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. રત્નકલાકારની દીકરીને આગળ તેઓ શું કરવા માંગે છે તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ UPSC ની તૈયારીની ખેવના વ્યક્ત કરી હતી. સુરતમાં A ગ્રેડ પ્રાપ્ત કરનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સરથાણની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 500 થી વધુ વિદ્યાર્થીઓ A ગ્રેડમાં નોંધાયા છે. શાળા પરિસરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ ગરબા અને ડી.જે. ના તાલે ઝુમી ઉઠ્યા હતા.
Advertisement


