GSRTC Diwali Extra Bus : દિવાળી માટે GSRTC દોડાવશે 1600 એક્સ્ટ્રા બસ, જાણો વિગતો
દિવાળીમાં વતન જવા GSRTC 1600 એક્સ્ટ્રા બસ દોડાવશે, જરૂર પડ્યે 2500 બસોની તૈયારી, જાણો સુરતથી ક્યાંથી મળશે બસ અને બુકિંગ સુવિધા.
Advertisement
દિવાળી પર્વ પર વતન જતા મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નાગરિકોએ ખાનગી ટ્રાવેલ્સમાં વધુ ભાડું ચૂકવીને વતન જવા મજબૂર ન થવું પડે તે હેતુથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફ વિશેષ બસોનું સંચાલન કરાશે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે ધારુકા કોલેજ અને પંચમહાલ, દાહોદ તેમજ ગોધરા તરફ જવા માટે સેન્ટ્રલ બસ સ્ટોપ પરથી બસો ઉપડશે. મુસાફરોની માંગ વધશે તો 2500 સુધી બસો દોડાવવાની તૈયારી છે, જ્યારે 'ST આપના દ્વાર' યોજના હેઠળ ગ્રૂપ બુકિંગની સુવિધા પણ શરૂ કરાઈ છે, જેથી મુસાફરોને સમયસર એડવાન્સ બુકિંગ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

