GT vs RCB ની ફાઈનલ મેચમાં શું વરસાદ પડશે ? જાણો Ambalal Patel નું Prediction
Ambalal Patel Rain Prediction : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી GT vs RCB ટીમ વચ્ચે IPL ફાઈનલને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક એવું અનુમાન લગાવ્યું છે કે જે જાણીને ફેન્સ ખુશ થઇ જશે. તેમના જણાવ્યા મુજબ મેચ દરમિયાન વરસાદની કોઈ મોટી શક્યતા નથી, જેના કારણે ક્રિકેટપ્રેમીઓ માટે રાહત છે. જોકે બપોર બાદ શહેરમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ મેચ પર તેની કોઈ અસર થશે નહીં.
Advertisement
Ambalal Patel Rain Prediction : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાનારી GT vs RCB ટીમ વચ્ચે IPL ફાઈનલને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ક્રિકેટપ્રેમીઓ માટે રાહતભર્યું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે, જેના કારણે મેચ નિર્વિઘ્ન રીતે યોજાવાની શક્યતા છે. જોકે, બપોર બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ તે મેચ પર કોઈ અસર કરશે નહીં. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 21 જૂનથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે, પરંતુ આજની હાઈ-વોલ્ટેજ ફાઈનલ માટે હવામાન મોટો અવરોધ બનશે નહીં.
Advertisement


