વરસાદથી અસરગ્રસ્તોને રાશનકીટો તથા ફૂડ પેકેટ વિતરણ કરાયું
રાજયમાં પડી રહેલા અનાધાર વરસાદના પગલે કચ્છના મોટા ભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિ જેવી હાલત જોવા મળી રહી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ આજે માંડવી અને અબડાસા તાલુકાનાં પૂરગ્રસ્ત વિસ્તારો અને વરસાદથી બેહાલ થયેલ પૂર ગ્રસ્તોને મળી નુકશાની –પશુઓના મૃત્યુ લોકોને પડેલ મુશ્કેલીઓની સમીક્ષા કરી હતી. ગુજરાત સરકારમાં રજૂઆત કરી સમયસર મદદ ઉપલબ્ધ થાય માટે પ્રયત્ન કરવાનું જણાવ્યà«
12:23 PM Jul 14, 2022 IST
|
Vipul Pandya
રાજયમાં પડી રહેલા અનાધાર વરસાદના પગલે કચ્છના મોટા ભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિ જેવી હાલત જોવા મળી રહી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ આજે માંડવી અને અબડાસા તાલુકાનાં પૂરગ્રસ્ત વિસ્તારો અને વરસાદથી બેહાલ થયેલ પૂર ગ્રસ્તોને મળી નુકશાની –પશુઓના મૃત્યુ લોકોને પડેલ મુશ્કેલીઓની સમીક્ષા કરી હતી. ગુજરાત સરકારમાં રજૂઆત કરી સમયસર મદદ ઉપલબ્ધ થાય માટે પ્રયત્ન કરવાનું જણાવ્યુ હતું.
માંડવી -અબડાસા પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જરૂરતમંદ પરિવારોને રાશન કીટો તેમજ ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા સાંસદે જણાવ્યુ હતું કે કચ્છમાં અષાઢ માસની શરૂઆતના દિવસોમાં પડેલ અનરાધાર વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. વહીવટી તંત્ર પૂરતા પ્રમાણમાં માહિતી અને મદદ પૂરી પાડે છે. NDRFની ટીમો સતર્ક છે, હજુ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહીઓ છે ત્યારે જનતા, વહીવટી તંત્ર તથા સાથી મિત્રોને સચેત રહેવા સાંસદે સૂચન કર્યું હતું.
પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જરૂરતમંદ પરિવારોને રાશન કીટો તેમજ ફૂડ પેકેટ વિતરણ દરમ્યાન તેમની સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા બીજેપી મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે ,સર્વ દેવાંગભાઈ દવે, કિશનસિંહ જાડેજા, કમલેશ ગઢવી, વિશાલ ઠક્કર, હનિફ જત, જશુબેન હિરાણી, હરેશ વિંઝોડા, પ્રેમજી કેરાઈ, વિજય ગઢવી,નિમેશ દવે, દિનેશભાઈ હિરાણી, સામતસિંહ સોઢા, વિજય ચૌહાણ, પારસ સંઘવી, લાંતિક શાહ, પ્રવિણ ગોર, રશ્મિકાંત પરમાર, જગદીશ જોષી, નુરમામદ કુંભાર સાથે રહ્યા હતા.
અબડાસા વિસ્તારમાં તાલુકા બીજેપી પ્રમુખ મહેશભાઇ ભાનુશાલી, મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા બીજેપી સર્વશ્રી પરેશભાઈ ભાનુશાલી, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ ગોરડીયા, જયદેવસિંહ જાડેજા, જૈન સમાજ ડુમરાના ટ્રસ્ટી પદમજીભાઇ જૈન સાથે જોડાયા હતા.
Next Article