આજે મહાશિવરાત્રી, મુંબઇના પ્રખ્યાત ભાડુંપેશ્વર મહાદેવના કરો દર્શન
ખાસ કરીને મુંબઇ સ્થિત કચ્છી ગુજરાતી સમાજમાં ભાડુંપ સ્થિત ભાડુંપેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. લગભગ બે વર્ષના અંતર પછી મુંબઈના ઐતિહાસિક અને ખૂબ પ્રતિષ્ઠિત ભાંડુપેશ્વર મહાદેવ મંદિર, જે મધ્ય મુંબઈના ભાંડુપ પરા ખાતે આવેલું છે, ત્યાં મહાશિવરાત્રી ઉત્સવનું ભાડુંપ સ્થિત ગુજરાતી સમાજ અને સહયોગી ટ્રસ્ટના મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.મુંબઇના કચ્છી ગુજàª
Advertisement
ખાસ કરીને મુંબઇ સ્થિત કચ્છી ગુજરાતી સમાજમાં ભાડુંપ સ્થિત ભાડુંપેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. લગભગ બે વર્ષના અંતર પછી મુંબઈના ઐતિહાસિક અને ખૂબ પ્રતિષ્ઠિત ભાંડુપેશ્વર મહાદેવ મંદિર, જે મધ્ય મુંબઈના ભાંડુપ પરા ખાતે આવેલું છે, ત્યાં મહાશિવરાત્રી ઉત્સવનું ભાડુંપ સ્થિત ગુજરાતી સમાજ અને સહયોગી ટ્રસ્ટના મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઇના કચ્છી ગુજરાતી સમાજમાં આસ્થાનું કેન્દ્ર
મંદિરના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સોનીએ "ગુજરાત ફર્સ્ટ"ને જણાવ્યું હતું કે ભાંડુપેશ્વર મહાદેવ મંદિર પરથી મુંબઈના પરા ભાંડુપનું નામ પડ્યું છે અને આ મંદિરને મુંબઈનું ઐતિહાસિક શિવાલય માનવામાં આવે છે. મનોજભાઈ જણાવ્યું હતું કે, ભાંડુપેશ્વર મંદિર એ મુંબઈનું એક માત્ર શિવાલય છે જે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે અને સોમપુરા શાસ્ત્ર પ્રમાણે બનેલું છે. આ મંદિર મધ્ય મુંબઈમાં ઘાટકોપર ભાંડુપ મુલુંડમાં વસતા ગુજરાતી સમાજમાં ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે દર મહાશિવરાત્રીએ આ મંદિરે પ્રસાદ ભોજન લેવા લગભગ 8 થી 10 હજાર ગુજરાતી સમાજના લોકો એકઠા થતા હોય છે. પરંતુ આ વર્ષે covid લગતા નિયંત્રણ હોવાને લીધે ભોજન પ્રસાદી સમારંભ કરવો શક્ય ન હતો. એમણે વધુ ઉમેર્યું હતું કે એક ભવ્ય ગણપતિ મંદિર ની સ્થાપના આ જ મંદિરના આંગણમાં ટૂંક સમયમાં થશે જેના માટે ચણતર કામ ચાલુ છે, અને એ મધ્ય મુંબઈનું ગુજરાતી સમાજ સંચાલિત એક ભવ્ય ગણપતિ મંદિર બનશે.
એક એવી પણ માહિતી મળી છે કે ભાંડુપેશ્વર મહાદેવ મંદિર, જે ખૂબ જ ઐતિહાસિક છે, જયાં અવારનવાર મહાન અભિનેતા સ્વર્ગીય ઓમપુરી દર્શન કરવા આવતા હતા. ઓમપુરી પોતાના સંઘર્ષના દિવસોમાં અને જ્યારે દિલ્હીથી મુંબઇ અભિનેતા બનવા આવ્યા ત્યારે ભાંડુપમાં એક નાની ઓરડીમાં રહેતા હતા અને આ મંદિરેમાં ખૂબ જ આસ્થા ધરાવતા હતા. વિખ્યાત ક્રિકેટર વિનોદ કાંબલી પણ એક જમાનામાં ભાંડુપમાં રહેતા અને આ મંદિરે અવારનવાર દર્શન કરવા આવતા હતા.


