પહેલાં સિદ્ધુ ભગવંત માનને જજ કરતાં હતાં આજે જનતાએ તેમને 'જજ' કર્યા
અર્ચના પૂરન સિંહ સિદ્ધુ કોમેડિયન કપિલ શર્મા શો માં સ્પેશિયલ જજ રહી ચૂક્યાં છે. આ બંન્નેનો કપિલ શર્મા સાથે જૂનો સંબંધ છે. અર્ચના પણ કપિલની કરિયરની મુખ્ય સાક્ષી રહી ચૂકી છે. જ્યારથી અર્ચનાએ કપિલના શો માં સિદ્ધુની ખુરશી સંભાળી છે ત્યારથી બધા કોમેડિયન અને ફેન્સ તેને સિદ્ધુના નામ પર ઘણું ચિડાવતા હોય છે. પરંતુ આજે પંજાબ ઇલેક્શનના પરિણામો બાદ લોકો એવી કમેન્ટ કરી રહ્યાં છે. સિદ્ધુ જલદી
12:29 PM Mar 10, 2022 IST
|
Vipul Pandya
અર્ચના પૂરન સિંહ સિદ્ધુ કોમેડિયન કપિલ શર્મા શો માં સ્પેશિયલ જજ રહી ચૂક્યાં છે. આ બંન્નેનો કપિલ શર્મા સાથે જૂનો સંબંધ છે. અર્ચના પણ કપિલની કરિયરની મુખ્ય સાક્ષી રહી ચૂકી છે. જ્યારથી અર્ચનાએ કપિલના શો માં સિદ્ધુની ખુરશી સંભાળી છે ત્યારથી બધા કોમેડિયન અને ફેન્સ તેને સિદ્ધુના નામ પર ઘણું ચિડાવતા હોય છે. પરંતુ આજે પંજાબ ઇલેક્શનના પરિણામો બાદ લોકો એવી કમેન્ટ કરી રહ્યાં છે. સિદ્ધુ જલદીથી આ શોમાં પાછો ફરી શકે છે. અને અર્ચનાની સીટને ખતરો છે. સમયનું ચક્રતો જુઓ એક સમય એવો હતો કે ભગવંત માનના જોકસ પર સિદ્ધુ હસતાં હતાં આજે કારમી હારથી લોકો સિદ્ધુ પર જોક્સ બનાવી રહ્યાં છે. પહેલાં સિદ્ધુ ભગવંત માનને જજ કરતાં હતાં આજે જનતાએ તેમને 'જજ' કરી દીધા છે. નવજોત સિંહ સિદ્ધુ પોતાની સીટ પરથી હારી ગયા, હવે અર્ચનાની સીટ જોખમમાં
લોકોએ કહ્યું અર્ચનાની ખુરશીને ખતરો
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ ઇલેક્શનમાં મુખ્યમંત્રી બનવાનું સપનું જોયુ હતું. આ સપનું પૂરું કરવા માટે 2022ના ઇલેક્શનમાં ઉભા રહ્યાં હતાં. પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા હવે સિદ્ધનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. આવામાં કેજરીવાલની પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસના CM ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ, પ્રકાશ સિંહની સાથે નવજોત સિંહ સિદ્ધુને પણ હરાવ્યા છે. આવી પરિસ્થિતિમાં સિદ્ધુ અને અર્ચના પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે અર્ચના પુરણ સિંહ માટે આ મુશ્કેલીભર્યો સમય છે, કારણ કે હવે કપિલ શર્મા શોની તેમની ખુરશી પણ છીનવાઈ જવાની છે શક્યાતા છે. શુ લખ્યુ સોશિયલ મીડિયા યુઝર્સે
Next Article