સુપ્રીમ કોર્ટે ‘વન રેંક વન પેંશન’ યોજનાને યોગ્ય ગણાવી, ત્રણ મહિનાનું બાકી પેંશન આપવા આદેશ
વન રેંક વન પેંશન મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત સૈનિકો માટે કેન્દ્ર સરકાર લાગુ કરેલી વન રેંક વન પેંશન યોજનાને બરાબર ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજનામાં કોઇ બંધારણીય ખામી નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ નીતિમાં પાંચ વર્ષ બાદ પેંશનની જે સમીક્ષાનો નિયમ છે, તે યોગ્ય છે. આ નિયમ અંતર્ગત જ કેન્દ્ર સરકાર 1 જુલાઇ 2019થી જ à
08:02 AM Mar 16, 2022 IST
|
Vipul Pandya
વન રેંક વન પેંશન મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત સૈનિકો માટે કેન્દ્ર સરકાર લાગુ કરેલી વન રેંક વન પેંશન યોજનાને બરાબર ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજનામાં કોઇ બંધારણીય ખામી નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ નીતિમાં પાંચ વર્ષ બાદ પેંશનની જે સમીક્ષાનો નિયમ છે, તે યોગ્ય છે. આ નિયમ અંતર્ગત જ કેન્દ્ર સરકાર 1 જુલાઇ 2019થી જ પેંશનની સમીક્ષા કરે. કોર્ટે કેન્દ્ર સરકારને સેવાનિવૃત સૈનિકોને ત્રણ મહિનાનું બાકી પેંશન આપવા માટે કહ્યું છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ કેસમાં નિર્ણય આપ્યો છે. આ પીઠમાં તેમની સાથે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વિક્રમનાથ પણ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય ભૂતપૂર્વ સૈનિક આંદોલન વતી OROP (વન રેન્ક વન પેન્શન) નીતિ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે OROPના અમલીકરણમાં ખામી છે. જેમાં તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણય મનસ્વી અને ખોટો હતો કારણ કે તે વર્ગની અંદર વર્ગ બનાવે છે અને અસરકારક રીતે દરેક રેન્કને અલગ અલગ પેન્શન આપે છે.
સરકારના કયા નિર્ણયનો વિરોધ થયો હતો?
કેન્દ્ર સરકારે 7 નવેમ્બર 2015ના રોજ વન રેન્ક વન પેન્શન સ્કીમ (OROP)નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ યયોજનાની સમીક્ષા પાંચ વર્ષમાં કરવામાં આવશે, પરંતુ એક્સ-સર્વિસમેન એસોસિએશને માંગ કરી હતી કે એક વર્ષ પછી તેની સમીક્ષા થવી જોઈએ. આ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ હતા.
અગાઉ 16 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી
આ પહેલા 16 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્રની અતિશયોક્તિ ઓરોપ નીતિ પર આકર્ષક ચિત્ર બતાવે છે, જ્યારે હકિકતમાં આટલું બધું સશસ્ત્ર દળોના પેન્શનરો માટે ઉપલબ્ધ નથી. જે અંગે પર કેન્દ્રએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે આ કેબિનેટ દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે.
Next Article