ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, પ્રોજેકટની મેળવી માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પોણા છ વાગે તેમનો વિશાળ કાફલો અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા નીકળ્યો હતો. સાંજે તેઓ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. આ સેન્ટરને વડાપ્રધાન દ્વારા વિદ્યા સમીક્à
12:32 PM Apr 18, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પોણા છ વાગે તેમનો વિશાળ કાફલો અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા નીકળ્યો હતો. સાંજે તેઓ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. આ સેન્ટરને વડાપ્રધાન દ્વારા વિદ્યા સમીક્à
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પોણા છ વાગે તેમનો વિશાળ કાફલો અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા નીકળ્યો હતો. સાંજે તેઓ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. આ સેન્ટરને વડાપ્રધાન દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું નામકરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સમગ્ર પ્રોજેકટની માહિતી મેળવી હતી. 
ગાંધીનગર સ્થિત તૈયાર કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધુ ડેટા સેટસ એકત્ર કરાય છે.આ ઉપરાંત સેન્ટરમાં ડેટા એનાલિસીસ, આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સથી ડેટા વિશ્વેષણ કરવામાં આવે છે. પરિણામોનું કેન્દ્રીયકૃત સમુચીત અને સમયાંતરે મુલ્યાંકન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રને વિશ્વ બેંકે પણ વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટીસ માની છે. વડાપ્રધાને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરીંગ રુમમાંથી રાજયના વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા બીઆરસી, સીઆરસી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઇ સંવાદ કર્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જયારે બીજા દિવસે મંગળવારે 19 એપ્રિલે તેઓ બનાસ કાંઠામાં બનાસ ડેરી સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દિયોદરમાં આયોજીત જનસભાને પણ સંબોધન કરશે. બપોર બાદ તેઓ જામનગર પહોંચશે જયાં તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સેન્ટરનો શિલાન્યાસ કરશે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ગ્રેબ્રેયસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન 20 એપ્રિલે મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ગાંધીનગરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા પરિષદનું ઉદ્ઘાટન કરશે. બાદમાં તેઓ દાહોદમાં બપોરે 2 કલાકે આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે. વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી સાંજે 6.16 કલાકે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
Tags :
AhmedabadGandhinagarGujaratFirstNarendraModi
Next Article