ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ISIS ચીફ અબુ ઇબ્રાહીમનો ખાત્મો, અમેરિકાએ સીરિયામાં ઘૂસીને ઠાર કર્યો

અમેરિકાએ વધુ એક આતંકીનો ઘરમાં ઘૂસીને ખાત્મ બોલાવ્યો છે. અમેરિકાએ સીરિયામાં ઘૂસીને અબુ ઇબ્રાહીમને ઠાર કરી દીધો છે. ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વિટ કરીને લખ્યું કે, 'ગઇકાલે રાત્રે મારી સૂચના પર અમેરિકી સૈનિકોએ સુરક્ષિત રીતે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ માટે અમારા બહાદુર સુરક્ષા દળોનો આભાર, અમે ઇસ્લામિક સ્ટેટના વડા અબુ ઇબ્રાહીમ અલ-હાશિમી અલ-કુરૈશીને ખતમ
09:01 AM Feb 05, 2022 IST | Vipul Pandya
અમેરિકાએ વધુ એક આતંકીનો ઘરમાં ઘૂસીને ખાત્મ બોલાવ્યો છે. અમેરિકાએ સીરિયામાં ઘૂસીને અબુ ઇબ્રાહીમને ઠાર કરી દીધો છે. ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વિટ કરીને લખ્યું કે, 'ગઇકાલે રાત્રે મારી સૂચના પર અમેરિકી સૈનિકોએ સુરક્ષિત રીતે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ માટે અમારા બહાદુર સુરક્ષા દળોનો આભાર, અમે ઇસ્લામિક સ્ટેટના વડા અબુ ઇબ્રાહીમ અલ-હાશિમી અલ-કુરૈશીને ખતમ
અમેરિકાએ વધુ એક આતંકીનો ઘરમાં ઘૂસીને ખાત્મ બોલાવ્યો છે. અમેરિકાએ સીરિયામાં ઘૂસીને અબુ ઇબ્રાહીમને ઠાર કરી દીધો છે. ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વિટ કરીને લખ્યું કે, 'ગઇકાલે રાત્રે મારી સૂચના પર અમેરિકી સૈનિકોએ સુરક્ષિત રીતે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ માટે અમારા બહાદુર સુરક્ષા દળોનો આભાર, અમે ઇસ્લામિક સ્ટેટના વડા અબુ ઇબ્રાહીમ અલ-હાશિમી અલ-કુરૈશીને ખતમ કરી દીધા. હું આ મુદ્દે મારા લોકોને સંબોધિત કરીશ. ઓપરેશનમાં સામેલ તમામ અમેરિકનો સુરક્ષિત પરત ફરી ચૂક્યા છે.'

અમેરિકા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઓસામા બિન લાદેન અને અલ બગદાદીને ઠાર કર્યા પછી લાંબા સમય બાદ અમેરિકાએ આ ઓપરેશન હાથ ધર્યું છે. અમેરિકાએ દલીલ કરી છે કે આ પગલું અમેરિકન લોકો અને વિશ્વને સુરક્ષિત બનાવવાનું જયઘોષ છે.

આ હુમલામાં 6 બાળકો અને 4 મહિલાઓ સહિત 13 લોકોના મોત થયા હતા. સીરિયાનું આતમહ શહેર જ્યાં અબુ ઇબ્રાહિમની હત્યા કરવામાં આવી હતી તે ખુબ જ ગીચ વસ્તીવાળું શહેર છે અને તેના પર સીરિયન બળવાખોરોનો કબજો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સૈનિકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદથી તુર્કીની સરહદે આવેલા આ શહેરમાં આતંકનો ડર ફેલાયો છે.

2019માં અબુ બકર અલ બગદાદીની હત્યા બાદ અબુ ઇબ્રાહિમે ઇસ્લામિક સ્ટેટની કમાન સંભાળી હતી. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર જે રીતે બગદાદીએ અમેરિકી સૈનિકોના આગમન પર બોમ્બ વિસ્ફોટ કરીને પોતાના પરિવારના સભ્યો સાથે પોતાને પણ મારી નાખ્યો હતો, તેવી જ રીતે અબુ ઇબ્રાહિમે પણ એ જ રીત અપનાવી હતી. જો કે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે અમેરિકી સુરક્ષા દળોએ પહેલા અબુ ઇબ્રાહિમના કબજાવાળા વિસ્તારમાં ઉતરીને એક ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બંને તરફથી બે કલાક સુધી જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Tags :
AbuabuibrahimibrahimISISSyria
Next Article