''કભી કભી લગતા હે કી અપુન ઇ જ ભગવાન હે''- બોલીવુડનો નવાઝ
નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈની માય નગરીના બધાં જ ચઢાવ ઉતાર બંને જોયા છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા અભિનેતા છે જેમની આઠ ફિલ્મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. હાલમાં ફરી તે ફરીથી કાન્સમાં છે. નવાઝુદ્દીન ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ છે. નવાઝ આજે તેનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ગઇ કાલે જ તેણે કહ્યું હતું કે તે માને છે કે ભારતની સ્થાનિક વાર્તાઓમાં વિશ્વભરમાં તેમની ખ્યાતિ ફેલાવàª
11:30 AM May 19, 2022 IST
|
Vipul Pandya
નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈની માય નગરીના બધાં જ ચઢાવ ઉતાર બંને જોયા છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા અભિનેતા છે જેમની આઠ ફિલ્મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. હાલમાં ફરી તે ફરીથી કાન્સમાં છે. નવાઝુદ્દીન ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ છે. નવાઝ આજે તેનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ગઇ કાલે જ તેણે કહ્યું હતું કે તે માને છે કે ભારતની સ્થાનિક વાર્તાઓમાં વિશ્વભરમાં તેમની ખ્યાતિ ફેલાવવાની ક્ષમતા છે.
નવાઝના કેટલાક ઓલટાઇમ હિટ ડાયલોગ
બાપ કા દાદા કા સબકા બદલા લેગાં તેરા ફૈઝલ- ગેંગ્સ ઓફ વાસેપુર
કભીં કભીં તો લગતા હે કી અપુન ઇઝ ભગવાન હૈ- ગણેશ ગાયતોંડે
જબ તક છોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં- માઉન્ટેન મેન
મેરી અમ્મી કહતી હે કી કભી કભી ગલત ટ્રેનભી સહી જગબ પહોંચા દેતી હૈ -લંચ બોક્સ ફિલ્મ
આદમા તો કરકે ભૂલ જાતા હૈ પર ઉસકા કિયા કહીં નહીં જાતા ,ઘૂમ કર એક દિન ઉસકે સામને જરુર આતા હૈ-કિક
સબસે બડા ડેવિલ હોતાં હા સ્ટ્રેસ, કભીં નહીં લેના ચાહિયે - બાબુમોશાઇ બંદૂકબાજી
નવાઝુદ્દીને આમિર ખાનની આ ફિલ્મથી શરૂઆત કરી હતી
નવાઝુદ્દીન સિદ્દીકીએ વર્ષ 1999માં આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ'માં નાના પાત્ર 'ટેરરિસ્ટ ઈન્ફોર્મર' તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે રવીનાની ફિલ્મ શૂલ, જંગલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ધ બાયપાસ, મુન્નાભાઈ એમબીબીએસ જેવી ઘણી ફિલ્મોમાં નાના રોલ કર્યા. જોકે, 10 વર્ષ સુધી તેણે આકરો સંધર્ષ કર્યો અને તેને તેની અસલી ઓળખ ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી મળી હતી. આ ફિલ્મમાં ફૈઝલ ખાનના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ સાબિત કર્યું છે કે તે આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા આવ્યો છે. આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને કિક, રઈસ અને હીરોપંતી જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવીને લોકોના દિલ જીતી લીધા હતા.
માનવીય સંવેદનાઓને પકડવાની અદભૂત ક્ષમતા
નવાજે તાજેતરમાં મિડિયા સાથના ઇન્ટરવ્યુમાં ભારતીય સિનેમા વિશે ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે તમે વિશ્વસિનેમાની ક્લાસિક કૃતિઓ જુઓ, તો તમે જોશો કે તેમની પાસે માનવીય સંવેદનાઓને પકડવાની અદભૂત ક્ષમતા છે. કલાકાર આ લાગણીઓને માત્ર પડદા પર જ જીવે છે. હું પણ આવું જ કરું છું. દેશી વાર્તાઓમાં એવી શક્તિ છે કે ભારતીય સિનેમાને વિશ્વના કોઈપણ ખૂણે પ્રશંસા અપાવી શકે. બસ આ વાર્તાના દર્શકો આખા વિશ્વમાં ફેલાયેલા હોવા જોઈએ, એ જ રંગભૂમિની શીખ છે. ખાસ કરીને નાટકોએ મારી અંદરના અભિનેતાને સક્ષમ બનાવ્યો છે. હું સિનેમાને થિયેટરનું જ મોટું સ્વરુપ માનું છું. થિયેટ્રિકલ આર્ટ એક એવી કળા છે જે વ્યક્તિને એક જ જીવનમાં અનેક પાત્રો ભજવવાની તક આપે છે.
મને સાઉથ સિનેમા સમજાતું નથી
જો લોકો સાઉથ ઈન્ડિયન ફિલ્મો જોતા હોય તો તેમને તેમાં કંઈક સારું જોવા મળ્યું હશે. જો તમે મને પૂછો તો મને આ દક્ષિણ ભારતીય સિનેમા સમજાતું નથી. મેં સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ કરી છે પરંતુ આ ઝાકમઝળ સિનેમા મારું સિનેમા નથી. હું માત્ર પાત્રો પર જ ધ્યાન આપું છું. અત્યારે જે ફિલ્મો આવી રહી છે તે ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મો છે, જેમાં દરેક ક્ષણ ઘટનાઓથી દર્શકોને આશ્ચર્યચકિત કરવાનો પ્રયાસ કરે છે.
બોલિવુડમાં સ્ક્રીપ્ટ બદલવાની તાતી જરૂર છે
હું હિન્દી સિનેમાના લેખનમાં પરિવર્તનની કરવાની ખૂબ જરુર છે. હું માનું છું કે હાલના સમયમાં ફિલ્મોના લેખનમાં પાત્રો પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. જે વ્યક્તિ સંવાદો લખી રહ્યો છે, તેનું ધ્યાન વાર્તા અને સ્ક્રિપ્ટ પર એટલું વધારે હોતું નથી. લેખકોએ પાત્રોના ભૂતકાળ, તેમની ભાષા શૈલી, તેમના હાવભાવ અને તેમના વ્યક્તિત્વના પરિબળોને ધ્યાનમાં લેવું જોઈએ. જો કોઈ પાત્ર કંઈક કરી રહ્યું છે, તો તે શા માટે કરી રહ્યું છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ 'શોલે'માં ગબ્બરનો ડ્રેસ, તેની ચાલવાની રીત, તેની નશો કરવાની રીત, તેની પોતાની છે. તેણે આ બધું કેમ અપનાવ્યું તેના કારણો છે.
ભૂલોએ જીવનનો બોધપાઠ છે
હું માનું છું કે કોઈપણ પાત્ર કરતી વખતે દરેક કલાકાર હંમેશા મહેનત કરે છે. પાત્રમાં આવવું એ જ તો સાચો અભિનય છે, પરંતુ કેટલીકવાર આ પ્રયત્નો નિષ્ફળ પણ જાય છે. જીવનમાં આપણે પણ ભૂલો કરીએ છીએ. અભિનયમાં પણ આવું થઇ શકે. પરંતુ મારા માટે આ ભૂલો જીવનનો પાઠ છે. હું આવી ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળું છું. ભૂલો વ્યક્તિને વધુ સારી બનાવે છે, જો તેનું પુનરાવર્તન ન થાય.
મારું ગામ હંમેશા મારા દિલમાં રહે છે
આપણે આપણી આસપાસના લોકોને જોઈને અભિનય શીખીએ છીએ. તેથી જ હું મારા જન્મસ્થળ બુઢાના (મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ)ને ક્યારેય ભૂલી શકતો નથી. મારી અભિનય યાત્રામાં મારા ગામની આસપાસના લોકોએ ઘણું યોગદાન આપ્યું છે. હું તેમના હાવભાવ, જીવનશૈલીમાંથી ઘણું શીખ્યો છું. હું મારા અભિનયમાં પણ તેને ઉતારવાનો પ્રયાસ કરું છું. જોઈને શીખવા જેવું કંઈ નથી. તે મારી અંદરના કલાકારને સતત કંઈક ને કંઈક શીખવે છે.
ઊંઘવા માટે એક ખૂણો પૂરતો છે
પોતાની સાદગી માટે જાણીતા આ કલાકારનું કહેવું છે કે મારું નવું ઘર વાસ્તવમાં મારા વ્યક્તિત્વનો બીજો ભાગ છે. મેં તેમાં મારી ગામની ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો છે. હું ત્યાંનું આર્કિટેક્ચર પણ અપનાવ્યું છે. અભિનય ઉપરાંત આર્કિટેક્ચર મારો શોખ રહ્યો છે. પરંતુ, એક ખાસ વાત હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે મને લક્ઝરી પસંદ નથી. હું ઈચ્છું તો પણ વૈભવી જીવન જીવી શકતો નથી. હું હજુ પણ મોટા આલીશાન રૂમના નરમ ગાદલા પર સૂઈ શકતો નથી. જ્યારે મને બેચેની લાગે છે ત્યારે હું મારા રૂમમાં જઈને સૂઈ જાઉં છું. મને લાગે છે કે સૂવા માટે માત્ર એક ખૂણો પૂરતો છે, આટલા મોટા ઓરડાની શું જરૂર છે?
હું બાળકો પર મારી પસંદગી થોપીશ નહીં
આપણે સામાજિક જીવન જીવીએ છીએ. કલાકાર પણ એક સામાજિક પ્રાણી છે અને તેની આસપાસ બનતી પ્રવૃત્તિઓ પણ તેના પર અસર કરે છે. એ જ રીતે કલાકારના વ્યક્તિત્વની તેના બાળકો પર પણ અસર થાય છે. મારા બાળકો મોટા થઈને શું બનશે તે નક્કી કરવાનો મને અધિકાર નથી. હું ક્યારેય મારી પસંદગી તેમના પર થોપીશ નહીં. હું તેમને જીવનમાં કંઈક બનાવવા માટે ક્યારેય ફોર્સ પણ નહીં કરું. હું તેમના નિર્ણયમાં હંમેશા તેમની સાથે રહીશ, પરંતુ તેમનો જે નિર્ણય હશે તે તેમનો પોતાનો હશે.
Next Article